Advertisement
Author: નોબત સમાચાર

નાઘુનાની છ માસની બાળકીનું શ્વાસ નળીમાંથી ગાંઠ કાઢવાનું સફળ ઓપરેશન

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ

જામનગર તા. ર૨ઃ જામનગર તાલુકાના નાઘુના ગામમાં કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ છ મહિનાની બાળકીનું શ્વાસનળીમાંથી ગાંઠ કાઢી શ્વાસ નળી મોટી કરવાની સર્જરી અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી.

જામનગર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ભલસાણ હેઠળ આવતા નાઘુના ગામમાં રહેતા કારખાનામાં છુટક મજુરી કરતા જયસુખભાઈ પારીયાના પત્ની ડિલિવરી કરવા માટે પીએમ-જય કાર્ડ હેઠળ વિનામૂલ્યે ઓશવાળ આયુષ હોસ્પિટલમાં ૧૦-૪-ર૩ ના બાળકીને જન્મ આપ્યો હતો.

ડિલિવરી બાદ બાળક નોર્મલ હતું. બાદ ૪ મહિના પછી દીકરીને ર કે ૩ દિવસથી કફ જેવું લાગ્યું, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ.ભાયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીજ્ઞેશ પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ભલસાણ મેડિકલ ઓફિસર અજય મઘોડીયાના માર્ગદર્શન હેઠળ આવતા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ફરજ બજાવતા સીએચઓ ડો. મિલન બારોટ, આરોગ્ય કર્મચારી કપિલભાઈ નકુમ અને ભારતીબેન મારડીયા દ્વારા બાળકની પ્રાથમિક તપાસ કરી દર્દીને સંદર્ભ કાર્ડ ભરી વધુ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં.

જ્યાં બાળકીને નાસ અપાયો, બાદમાં દીકરીને રાતે શ્વાસ લેવા સમયે કફ સાથે અવાજ આવવા લાગ્યો હતો. એક્ષ-રે કરતા જણાયું કે બાળકીને શ્વાસ લેવા સમયે શ્વાસનળી ફુલાય છે. માટે શ્વાસ નળળી મોટી કરવા આગળની સારવાર સિવિલ હોસ્પિટલ અમદાવાદ રીફર કરવામાં આવી હતી, અને ૩૧-૧૦-ર૩ ના સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં દર્દીને ઓપરેશન કરી શ્વાસનળીમાંથી ગાંઠ કાઢવાની સર્જરી કરવામાં આવી હતી, અને ૧પ દિવસ દાખલ કરવામાં આવી હતી. આ દીકરી હાલ નોર્મલ જીવન જીવી રહી છે. તેમ ડિસ્ટ્રીકટ સોશિયલ બીહેવ્યર ચેન્જ કોમ્યુનીકેટર ચિરાગભાઈ પરમાર અને પ્રાથમિક આરોગ્ય મોટી ભલસાણની ટીમ જણાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh