Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં રપમી ડિસેમ્બરે નિઃશુલ્ક નેત્રયજ્ઞ

કેમ્પના દિવસે જ સવારે ૯ થી ૧૦ઃ૩૦ વાગ્યે નામો નોંધાશે

દ્વારકા તા. રરઃ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારકા, પૂજ્ય રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ, આનંદભાઈ ગોકાણી, મેનેજીંગ ટ્રસ્ટી, માતૃશ્રી મોંઘીબેન હ.વિ.ગો.મે. ચેરીટેબલ ટ્રસ્ટ, દ્વારકાના સહયોગથી તા. રપ-૧ર-ર૦ર૩ને સોમવારના લોહાણા મહાજન વાડી, દ્વારકામાં સવારે ૯ થી ૧રઃ૩૦ સુધી નિઃશુલ્ક નેત્રયજ્ઞનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના આંખના નિષ્ણાત ડોકટર્સની ટીમ સેવા આપશે. જેમાં આંખના રોગનું નિદાન કરી દવા આપવામાં આવશે અને મોતિયાના ઓપરેશનની જરૃરિયાતવાળા દર્દીઓને કેમ્પના દિવસે જ રાજકોટ લઈ જઈ નિઃશુલ્ક મોતિયાનું ઓપરેશન કરાવી નેત્રમણી બેસાડી ટ્રીટમેન્ટ કરી દ્વારકા પરત લાવવામાં આવશે.

દર્દીઓને લાવવા લઈ જવા, રહેવા-જમવાની સુવિધા પણ વિના મૂલ્યે રાખેલ છે. આ કેમ્પમાં ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે નહીં. તો આ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ છે. કેમ્પના દિવસે સવારે ૯ થી ૧૦ઃ૩૦ વાગ્યે નામ નોંધાવવાનું રહેશે. કેમ્પની વધુ માહિતી માટે અશ્વિનભાઈ સી. ગોકાણી (દ્વારકા મો. ૯૭૯૧૭ ૭૧૪૦), દિલીપભાઈ કોટેચા (મીઠાપુર મો. ૯૮૨૪૨ ૩૧૬૩), હસમુખભાઈ કાનાણી (સુરજકરાડી મો. ૮૧૨૮૫ ૯૫૯૯૬)નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh