Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેન્જ આઈજી તથા એસપીની ઉપસ્થિતિમાં
જામનગર પોલીસ વિભાગ અને જી.જી. સરકારી હોસ્પિટલના માનસિક વિભાગ તથા એમપી શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગરના સંયુકત ઉપક્રમે પોલીસ હેડ કવાર્ટર, જામનગરમાં રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ તથા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની હાજરીમાં મેન્ટર પ્રોજેકટના ભાગરૃપે પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલા આરોપીઓને વ્યસનમુક્તિ માટે પ્રોત્સાહન તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જી.જી.હોસ્પિટલ અને એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગરના માનસિક રોગ વિભાગના ડોકટર બલભદ્રસિંહ જાડેજા અને ધારાબેન મકવાણા, સામાજિક કાર્યકર અને કાઉન્સેલરના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓને વ્યસનથી થતા માનસિક, શારીરિક અને સામાજિક નુકસાન, વ્યસન મુક્તિ માટેના વૈજ્ઞાનિક પદ્ધતિ અને સચોટ ઉપાયો વિશે જાણકારી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial