Advertisement
Author: નોબત સમાચાર

જેટકો દ્વારા ઈલે. આસિસ્ટન્ટની ભરતી રદ કરાતા ઉમેદવારોનું આંદોલન યથાવત

પોલટેસ્ટમાં ક્ષતિનો ભોગ બનેલા ઉમેદવારોમાં રોષ

અમદાવાદ તા. ૨૨ઃ જેટકો દ્વારા ૧૨૨૯ ઈલે. આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરાયા પછી ક્ષતિ જણાતા ભરતી જ રદ કરાઈ હતી. તેથી રોષે ભરાયેલા ઉમેદવારોનું આંદોલન આજે પણ યથાવત રહ્યું હતું.

જેટકો દ્વારા ૧૨૨૪ જગ્યા માટે ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવામાં આવી છે.

ગઈકાલથી જ વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આખો દિવસ ભારે રોષ સાથે વિરોધ ચાલુ રહ્યો હતો. જે હજુ બીજા દિવસે પણ યથાવત ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓને આખી રાત ઠંડીમાં પસાર કરવી પડી છે.

કેટલાક ઉમેદવારો ફૂટપાથ પર ઓઢ્યા વિના સૂતા જોવા મળ્યા હતાં. તેમજ આખી રાત ફૂટપાથ પર વિતાવવી પડી હોવાથી ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે.

તમામની માંગ છે કે જ્યાં સુધી જેટકોના એમડી નહીં મળે, આવેદન નહીં સ્વીકારે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh