Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી ચોરાયેલા ત્રણ મોબાઈલ સાથે મહિલા તથા શખ્સની અટકાયત

ત્રણ મોબાઈલ ચોરીના ભેદ ખૂલ્યાઃ

જામનગર તા. ૨૨ઃ જામનગરના રણજીતસાગર રોડ પર યુવા પાર્ક પાસેથી ગઈકાલે પોલીસે એક મહિલાને ચોરાઉ મોબાઈલ સાથે પકડી પાડ્યા છે. જ્યારે એલસીબીએ દિગ્જામ સર્કલ પાસેથી એક શખ્સને બે ચોરાઉ મોબાઈલ સાથે ઝડપી લઈ તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.

જામનગર શહેરમાં વધતા જતા મોબાઈલ ચોરીના બનાવો વચ્ચે ગઈકાલે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે સ્ટાફના હિતેશ સાગઠીયા, શૈલેષ ઠાકરીયાને બાતમી મળી હતી કે, રણજીત સાગર રોડ પર યુવા પાર્ક પાસે એક મહિલા આંટાફેરા કરે છે અને તેણી પાસે ચોરાઉ મોબાઈલ છે.

તે બાતમીના આધારે પીઆઈ એન.એ. ચાવડાની સૂચના અને પીએસઆઈ બી.એસ. વાળાના વડપણ હેઠળ દોડી ગયેલી પોલીસ ટીમે ત્યાંથી રણજીતસાગર રોડ પર રઘુવીર પાર્કમાં રહેતા રમીલાબેન વિપુલભાઈ પદમાણી (ઉ.વ.૩૯) નામના મહિલાની અટકાયત કરી હતી. આ મહિલાના કબજામાંથી મોટોરોલા કંપનીનો રૃા.૨૧ હજારનો મોબાઈલ મળી આવ્યો હતો. તે મોબાઈલ ચોરાઉ હોવાનું ખૂલતા પોલીસે રમીલાબેન પદમાણીની અટકાયત કરી છે.

તે દરમિયાન જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખાના મયુદ્દીન, અરજણભાઈ, વનરાજ મકવાણાને મળેલી બાતમીના આધારે દિગ્જામ સર્કલ પાસેથી દિનેશ કાનાભાઈ બાવરી નામના શખ્સને અટકાયતમાં લેવાયો હતો. તેની તલાશી લેવાતા ખેતીવાડી ફાર્મ નજીક બાવરીવાસમાં રહેતા આ શખ્સ પાસેથી બે મોબાઈલ મળી આવ્યા હતા. આ મોબાઈલ ચોરાઉ હોવાની શંકાથી એલસીબીએ કુલ રૃા.૧૯,૫૦૦ની કિંમતના સેમસંગ તથા રેડમી કંપનીના બંને મોબાઈલ કબજે કર્યા છે અને દિનેશ કાનાભાઈની અટકાયત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh