Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા સૂર્ય નમસ્કાર ર્સ્પધાના વોર્ડવાઈઝ વિજેતાઓ

૧૮ હજારે ભાગ લીધોઃ પ્રથમ ક્રમે વિજેતા ઝોનકક્ષામાં ભાગ લેશે

જામનગર તા. ૨૨ઃ રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત જામનગર મહાપાલિકા અને જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા સંચાલિત જામનગર શહેરના તમામ વોર્ડમાં ૨૧ હજારથી વધુ રજીસ્ટ્રેશન કરાયા હતા જેમાંથી ૧૮ હજાર જેટલા ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

તમામ કેટેગરીમાંથી પ્રથમ ક્રમાંકે વિજેતા બનેલા નાગરિકોએ તા.૨૩ના ઝોનકક્ષાની સ્૫ર્ધામાં ભાગ લેવાનો રહેશે તેમજ તેમને રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા ઈનામ અને સર્ટી. આપવામાં આવશે.

આ સ્પર્ધામાં વોર્ડવાઈઝ વિજેતાઓની યાદી જાહેર થઈ છે જેમાં વોર્ડ નં.૧ સિદ્ધરાજસિંહ જાડેજા, તબસ્યા સઈચા, પૂજયા ક્રિષ્નારાજ સોનગરા, ઈશિતા ભરાડીયા, અતુલ ગલાની અને ઉર્વી જોષી, વોર્ડ નં.૨ ગજેરા ક્રિશય, સોમાણી શિલ્પા, તવર આરતી, જાડેજા રાજેન્દ્રસિંહ અને તેજલબેન વડનગરા, વોર્ડ નં.૩ ગોંડલીયા જેમીલ, ભટ્ટ ઋત્વિ, રાજવીરસિંહ સોઢા, સવનીયા હિરલ, હાર્દિકભાઈ ધોળકીયા અને પૂનમબેન મકવાણા, વોર્ડ નં.૪ ધવલ કેવલભાઈ ડી, નેહા કે. તુલસી, ગોહિલ કૌશિક તુલસી, પરમાર હેમાંશી, સીંગલ સંદીપકુમાર એ. અને રીનાબેન હરપાળ, વોર્ડ નં.૫ વિવેક ઠાકુર, ખુશી સોલંકી, માંકડ મીત, કરમુર શિલ્પા, અમિતભાઈ પી. સંઘવી અને કિરણબેન ચૌહાણ, વોર્ડ નં.૬ યાદવ આદિત્ય, હાથલીયા પ્રિયાંશી, ધવલ વ્યાસ, સોનમ ગૌતમ, પરેશ ઝીલ્કા અને ભાવના મોલીયા, વોર્ડ નં.૭ માધવ વિજયભાઈ પ્રજાપતિ, દીપીકા સોલંકી, નિરજ પોરેચા, શિલ્પા સાવલીયા, હરેશ એસ. ચૌહાણ, કામિનીબેન એ. પંડયા, વોર્ડ નં.૮ પઢીયાર આશિષ, ઈશા વેકરીયા, ગાધેર કરન, બાબરીયા દર્શિકા, મોરશીયા એસ. અને શેઠીયા કૈલાશ, વોર્ડ નં.૯ હુસેન શેખ, ફરજ આહિરા, કાસોદીયા સુભદ્ર, ચૌહાણ મમતા, તરૃણભાઈ ગુસાણી, આરતીબેન વારા, વોર્ડ નં.૧૦ ચિરાગ એચ. સોલંકી, ડાભી બંસી, જેનબ દીવાન, બાબજી એ. ચૌહાણ, જેનાબેન ટીટીયા, વોર્ડ નં.૧૧ ગોસ્વામી કરન, પરમાર કિશા, વાડોલીયા વિજય, પરમાર નેહા, મહેતા નિલેશ અને જાડેજા ઈલાબા, વોર્ડ નં.૧૨ એહમદ છુટાણી, સુચી દલસાણીયા, હરેન્દ્ર પરમાર, જેનાબ મોદી, સંદીપ મહેતા અને અમિતાબેન વિરાણી, વોર્ડ નં.૧૩ વાહિદ શબીરભાઈ, રોશની સી. ઠાકુર, પરેશભાઈ સહેત્યા, રાખી નાખવા, રાહુલભાઈ ગોંડલીયા, નીતાબેન પંચમતીયા, વોર્ડ નં.૧૪ પરમાર સમીર, બારોટ નેહલ, રાઠોડ સંદીપભાઈ, હીનોલીશા શ્રેયાંશ, ચાંદ્રા હિમંતભાઈ અને સુમડ ભારતીબેન, વોર્ડ નં.૧૫ નાય અરમાન, ભારદીયા માહી, કાછડીયા વર્ષા, ભણસાણી રોહિત અને ભારદીયા પ્રીતિ અને વોર્ડ નં.૧૬માં શિવા રામવૃક્ષ વર્મા, ચુડાસમા જીનલ, જેઠવા વિશાલ, પરમાર પ્રીતિ, પાંભર નારણ અને નંદા નીતાબને વિજેતા થયા છે.

આ તમામ સ્પર્ધકોએ તા.૨૩ ડિસે.ના જામનગર મહાપાલિકાની ઝોનકક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરવાનું રહેશે. આ સ્પર્ધા અંગે વધુ માહિતી માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિ.પં.ની સામે, સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા રમતગમત અધિકારી બી.જે. રાવલીયાએ જણાવેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh