Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંત્રી મૂળુભાઈ બેરાના કાર્યાલયમાં જઈને
અંભાળીયા તા. રરઃ ખંભાળીયા શહેરમાં ત્રણ નાકાઓ તથા ગઢની રાંગને હેરીટેજ લૂક આપવાના કામમાં આસપાસના લોકોને ધારાસભ્ય મૂળુભાઈ બેરાના કાર્યાલયે જઈને રજુઆત કરી હતી.
આ તકે પાલિકાના ઈજનેરે જણાવ્યું હતું કે કોઈની માલિકીની જગ્યા નહીં લેવાય. જે સરકારી જગ્યા હશે, તેમાં જ બાંધકામ થશે. આજે સાંજે અથવા આવતીકાલથી તોડપાડ શરૃ થશે. કેટલીક વ્યક્તિઓએ પોતાના દબાણો ખાલી કરી નાખ્યા છે. એલસીબી કચેરી જેમ હતી તેમાં પણ ગઢની રાંગ તરફ થોડું દબાણ હતું તે દૂર થશે.
ખંભાળીયામાં દ્વારકા નાકા તથા સલાયા નાકા વિસ્તારમાં માલિકીની જગ્યા બહુ નથી., પણ પોરનાનાકા પાસે માલિકીની જગ્યા વધુ છે. જેથી ત્યાં જગ્યા રાખીને કામ થશે. સલાયા નાકા પાસે ખોડીયાર માતાજીનું મંદિર આવેલું હોય તેને પાડી નહીં નાખી હેરીટેઝ લુક સાથે આ કિલ્લા ગઢની રાંગમાં તેનો સમાવેશ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial