Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક કોર્પાેરેટર-મ્યુનિ. કમિશ્નરે લીધી સ્થળ મુલાકાત
જામનગર તા. રરઃ જામનગરનાં વોર્ડ નં. ૧રમાં ડી.પી. કપાત કરવામાં આવનાર હોવાથી આ મુદ્દે રજુઆતો થઈ છે. દરમ્યાન ગકાઈલે સ્થાનિક કોર્પાેરેટર ઉપરાંત કમિશ્નરે વિસ્તારની મુલાકાત કરી હતી.
જામનગરનાં વોર્ડ નંબર ૧રમાં ઘાંચીની ખડકી વિસ્તારમાં ડીપી કપાત કરવામાં આવનાર છે. ઘાંચીની ખડકીથી ટીટોડી વાડી સુધીમાં આશરે ૮૦ ફુટ પહોળાઈના રોડ બનાવવા માટે લગભગ આશરે રર મિલ્કતોમાં કપાત કરવાની થાય છે. અગાઉ આ મુદ્દે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. આ પછી હીયરીંગ કરવામાં આવ્યું હતું અને તમામ અસરકર્તાઓને સાંભળવામાં આવ્યા હતાં. ત્યાર પછી તાજેતરમાં આખરી નોટીસની પણ બજવણી કરવામાં આવી હતી. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ડીમોલીશન (પાડતોડ) કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જો કે, આ પૈકી અમુક મિલકતો કાયદેસર છે અને તે માટે વળતર પણ ચુકવવાનું થશે. ગઈકાલે સ્થાનિક કોંગી કોર્પાેરેટર અલ્તાફ ખફીએ આ વિસ્તારની જાત મુલાકાત કરી હતી અને અરજદારો, અસરગ્રસ્તોની રજુઆતો સાંભળી હતી. આ સમયે મ્યુનિ. કમિશ્નર ડી.એન. મોદી, ઈન્ચાર્જ નાયબ કમિશ્નર ભાવેશ જાની, ટીપી ડીપી શાખાનાં અધિકારી શ્રી ગોસાઈ વગેરે પણ સામે રહ્યાં હતાં અને સાઈટ નિરીક્ષણ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial