Advertisement
Author: નોબત સમાચાર

ગુરૃદ્વારા ચોકડી પાસેના માર્ગો પર કામચલાઉ ગ્રીલના ડિવાઈડર મૂકો...

વાહનો સામસામે આવી જવાના કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા

જામનગર તા. ૨૨ઃ જામનગરમાં અંબર ચોકડી પાસેના કામ સંદર્ભમાં જી.જી. હોસ્પિટલથી અંબર ચોકડી જવાના માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્રના જણાવ્યા પ્રમાણે આ કામ ૨૦ દિવસ ચાલશે તેથી ત્યાં સુધી અતિ વ્યસ્ત ચોકડી પર અવરજવર બંધ રહેશે. જી.જી. હોસ્પિટલથી ગુરૃદ્વારા ચોકડી તરફના માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ અનેકગણું વધી જવા પામ્યું છે.

કમનસીબે ગુરૃદ્વારા ચોકડી પાસે ગુરૃદ્વારા ચોકડીથી લાલબંગલા તરફ જવાનો માર્ગ અવન્તિકા કોમ્પ્લેક્ષ સુધી અત્યંત સાંકડો છે અને જી.જી. હોસ્પિટલથી ગુરૃદ્વારા ચોકડી સુધીનો માર્ગ પણ ડિવાઈડર વગરનો સાંકડો જ છે.

આથી આ માર્ગ ઉપર ગુરૃદ્વારા ચોકડી પાસેથી પસાર થનારા અસંખ્ય વાહનોના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા રસ્તો બંધ થવાના પ્રથમ દિવસે જ સર્જાઈ હતી. હજી તો આવા કમસેકમ ૨૦ દિવસ પસાર કરવાના છે. કદાચ તેમાં વધારો પણ થાય...!

ત્યારે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જી.જી. હોસ્પિટલથી ગુરૃદ્વારા માર્ગ ઉપર કુબેર કોમ્પ્લેક્ષથી લઈ ચોકડી સુધી અને આગળ ચોકડીથી વાસુદેવ સ્ટોર સુધી રસ્તા વચ્ચે કામચલાઉ રીતે લોખંડની વ્હીલવાળી ગ્રીલના ડિવાઈડર મૂકવાની તાતી જરૃર છે. કારણ કે વાહનચાલકો સામસામે આવી જાય છે અને તેમાં ટ્રાફિકજામ થઈ જાય છે. નાના મોટા ઝઘડા પણ થાય છે અને વાહનો એવા સલવાઈ જાય છે કે ટ્રાફિકને પૂર્વવત કરવો પણ કઠીન બની જાય છે.

રસ્તા વચ્ચે ગ્રીલનું ડિવાઈડર રાખવા સાથે વીસ દિવસ માટે આ પોઈન્ટ ઉપર સવારે ૯ થી રાત્રે ૮ વાગ્યા સુધી પીએસઆઈ, એએસઆઈ તથા ટ્રાફિક સહાયકોનો પૂરતો સ્ટાફ તૈનાત કરવાની જરૃરી છે. જેથી વાહનચાલકો તેમની સૂચના પ્રમાણે ટ્રાફિક નિયમન કરે...!

ગુરૃદ્વારા ચોકડી પાસે સાંકડા માર્ગ ઉપર આડેધડ વાહનો પાર્ક ન થાય અને ટ્રાફિક વ્યવસ્થા સૂચારૃરૃપે ચાલુ રહે તે માટે જિલ્લા પોલીસ વડાએ યોગ્ય, કડક અને પર્યાપ્ત સ્ટાફ સાથે સમગ્ર દિવસ દરમ્યાન વ્યવસ્થા-બંદોબસ્ત ગોઠવવાની તાતી જરૃર છે.!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh