Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમીન પચાવી પડાતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદઃ
જામનગર તા. ૨૨ઃ જામજોધપુરના ધ્રાફા ગામમાં એક આસામીએ થોડા સમય પહેલાં ખેતીની જમીન ખરીદ્યા પછી તેઓ આ જમીનનો કબજો લેવા જતાં જમીન વેચનાર બે શખ્સ અને તે બે સાગરિતે આ આસામીને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવાઈ છે.
જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં સાત વડલા વાડી વિસ્તારમાં વસવાટ કરતા વલીમામદ ઉમરભાઈ જુણેજા નામના આસામીએ ત્યાં જ ખેતીની જમીન ધરાવતા ઈભરામ કાસમ જુણેજા અને ગુલમામદ કાસમ જુણેજા પાસેથી રે.સ.નં.૫૫૭ તેમજ ૫૬૪ નંબરમાં આવેલી ખેતીની જમીન વેચાતી લીધી હતી.
ત્યારપછી આ જમીનનો કબજો મેળવવા માટે વલીમામદભાઈ જતા તેઓને જામનગરની તારમામદ સોસાયટીમાં રહેતા ઈસ્માઈલ હમીર જુણેજા તથા સલીમ હમીર જુણેજા નામના શખ્સોએ તેઓને ગાળો ભાંડી હતી. જેમાં જમીન વેચનાર ઈભરામ તથા ગુલમામદે પણ મદદગારી કરી હતી. જે જમીન વલીમામદ જુણેજાએ ખરીદી તે જમીનનો કબજો આપવાને બદલે ચારેય શખ્સોએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા જામનગર કલેક્ટર સમક્ષ અરજી કરવામાં આવી હતી.
તપાસ માટે લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ પહોંચેલી અરજીની તપાસમાં ગુન્હો બનતો હોવાનું જણાઈ આવતા વલીમામદભાઈને પોલીસ ફરિયાદ કરવા સૂચના આપવામાં આવી હતી. તેથી ગઈકાલે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં વલીમામદ ઉમરભાઈ જુણેજાએ ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ આર.એલ. ઓડેદરાએ ઈભરામ કાસમ, ગુલમામદ કાસમ, ઈસ્માઈલ હમીર, સલીમ હમીર જુણેજા સામે લેન્ડ ગ્રેબિંગ એકટ તેમજ આઈપીસીની કલમ-૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial