Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિયાળુ સત્ર દરમિયાન તબક્કાવાર વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા લોકશાહીનું હનન
સંસદમાંથી ૧૪૬ જેટલા સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા તેના વિરોધમાં આજે જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપ સરકારના શાસન હેઠળ આ આઘાતજનક રીતે સંસદના બન્ને ગૃહમાં ૧૪૬ જેટલા સાંસદોને સસ્પેન્ડ કરયા હતાં. કોંગ્રેસે આ કૃત્યને અને લોકશાહીના પાયા પરનો આકરો હુમલો ગણાવીને વિરોધ કરવા માટે આજે જામનગરમાં સવારે લાલબંગલા સર્કલમાં ડો. આંબેડકરની પ્રતિમા નજીક ધરણા-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર-કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટરો કાસમભાઈ જોખીયા, જૈનબબેન ખફી, આનંદ રાઠોડ, નુરમામદ પલેજા, મહિલા અગ્રણી રંજનબેન ગજેરા અને સહારાબેન મકવાણા તેમજ સાજીદ બ્લોચ વગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial