Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલના વોર્ડમાં આગનું છમકલુઃ વૃદ્ધ દાઝ્યા

હોસ્પિટલ સ્ટાફે આગ બુઝાવી નાખીઃ

જામનગર તા. ૨૨ઃ જામનગરની જી.જી. હોસ્પિટલની નવી ઈમારતમાં આરઆઈસીયુ વોર્ડમાં ગઈકાલે સાંજે આગનંુ છમકલુ થયું હતું. જેમાં એક વૃદ્ધ દાઝ્યા હતા.

જામનગરની જી.જી. હોસ્પિટલના પાછળના ભાગમાં નવી બનાવવામાં આવેલી હોસ્પિટલના ઈમારતના બીજા માળે આવેલા આરઆઈસીયુ વોર્ડમાં ગઈકાલે સાંજે અચાનક જ આગ જોવા મળી હતી. એક મશીનમાંથી આગની લપેટો નીકળતા વોર્ડમાં દોડધામ મચી ગઈ હતી.

આગ લાગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો દોડ્યો હતો પરંતુ તેઓ પહોંચે તે પહેલાં વોર્ડમાં હાજર હોસ્પિટલ સ્ટાફે આગને વધુ પ્રસરતા અટકાવી હતી. આગ લાગવાના કારણે એક ખાટલા પર સૂતેલા સીદાભાઈ કેશુભાઈ કરંગીયા નામના સારવારમાં રહેલા વૃદ્ધ દાઝી ગયા હતા. તેઓને અન્ય વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ આરઆઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા આ વૃદ્ધે હોસ્પિટલ સ્ટાફની નજર ચુકાવી વોર્ડમાં બીડી પેટાવી હતી અને તેમાંથી નીકળેલા તણખા બાજુમાં જ પડેલા ઓક્સિજનના મશીનના સંપર્કમાં આવતા આગનું છમકલુ થયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh