Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.રપ હજાર રોકડા સહિત ૩૭,૫૦૦ની મત્તા ગઈઃ
જામનગર તા. ૨૨ઃ જામનગર નજીકના નાના થાવરીયા ગામમાં રહેતા એક આસામીનું મકાન બુધવારે સવારથી બપોર સુધી બંધ રહ્યું હતું. તે દરમિયાન મકાનમાં કોઈ તસ્કરોએ ખાતર પાડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી રૃા.૩૭,પ૦૦ની મતાની ચોરી કરી છે. ચોરીની જાણ થતાં ગઈકાલે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગર તાલુકાના નાના થાવરીયા ગામમાં રહેતા રમેશભાઈ કરશનભાઈ જેપાર નામના આસામીના બુધવારે સવારથી બપોર સુધી બંધ રહેલા મકાનમાં કોઈ તસ્કરો ઘૂસી ગયા હતા અને રૃા.૩૭ હજાર ૫૦૦ની મત્તાની ચોરી કરી ગયા હતા.
આ બાબતની રમેશભાઈએ પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમનું મકાન બુધવારે સવારે સાડા નવેક વાગ્યાથી બપોરના એકાદ વાગ્યા સુધી બંધ રહ્યું હતું. તે દરમિયાન કોઈ શખ્સો મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો કોઈ હથિયાર વડે તોડી નાખી ઘરમાં ઘૂસ્યા હતા. આ શખ્સોએ એક ઓરડામાં પડેલા કબાટમાં બનાવવામાં આવેલી તિજોરીમાંથી રૃા.૧૨,૫૦૦ની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રૃા.૨૫ હજાર રોકડા મળી કુલ રૃા.૩૭,૫૦૦ ની મત્તાની ચોરી કરી છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે આઈપીસી ૩૮૦, ૪૫૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial