Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૬ ડિસેમ્બરે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ
ખંભાળીયા તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૨૩ ડિસેમ્બરે તાલુકાકક્ષા-નગરપાલિકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે જ્યારે તા. ૨૬ ડિસેમ્બરે જિલ્લાકક્ષાની સ્પર્ધા યોજાશે.
યોગએ ભારતીય સંસ્કૃતિની દેન છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ અંગે જાગૃતિ લાવવા માટે જિલ્લા / મહાનગરપાલિકા / તાલુકા કક્ષાએ યોગ શિબિરો, યોગ સંવાદ સહિત યોગને પ્રોત્સાહન માટે આ વર્ષે પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વ્યાપક પ્રતિસાદ દ્વારકા જિલ્લાના જોવા મળ્યો છે.
સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧૭,૮૧૪ જેટલા રજીશટ્રેશન થયા છે. જેમાં ૦૯ થી ૧૮ વર્ષના વયજૂથમાં ૧૭,૦૩૧, ૧૮ થી ૪૦ વર્ષના વયજૂથમાં ૫૫૫ અને ૪૧ વર્ષથી ઉપરના ૨૨૪ રજીસ્ટ્રેશન નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે, તા.૧૫ થી તા.૧૮ ડિસેમ્બર સુધી જિલ્લાની તમામ શાળાઓ તથા કોલેજોમાં બાળકો તથા નાગરિકોને સૂર્ય નમસ્કારની તાલીમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આપવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૨૩/૧૨/૨૦૨૩ના રોજ જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકાકક્ષાએ યોજવામાં આવશે. જેમાં ખંભાળિયા તાલુકા કક્ષાની સ્પર્ધા શ્રી આર.એન.વરોતરિયા કન્યા વિદ્યાલય, કલ્યાણપુર તાલુકા કક્ષાની સ્પર્ધા શ્રી મયુર શૈક્ષણિક સંકુલ, ભાણવડ તાલુકા કક્ષાની સ્પર્ધા શ્રી પુરુષાર્થ સ્કૂલ તેમજ દ્વારકા તાલુકા કક્ષાની સ્પર્ધા શ્રી એન. ડી.એચ. સ્કૂલમાં યોજાશે.
નગરપાલિકા કક્ષાની સ્પર્ધાઓ ખંભાળિયા નગરપાલિકા કક્ષાની સ્પર્ધા શ્રી આર.એન.વરોતરિયા કન્યા વિદ્યાલય, ઓખા નગરપાલિકા કક્ષાની સ્પર્ધા શ્રી નગર પંચાયત હાઈસ્કૂલ , ભાણવડ નગરપાલિકા કક્ષાની સ્પર્ધા શ્રી પુરુષાર્થ સ્કૂલ તેમજ દ્વારકા નગરપાલિકા કક્ષાની સ્પર્ધા શ્રી એન. ડી.એચ. સ્કૂલ, સલાયા નગરપાલિકા કક્ષાની સ્પર્ધા શ્રી સલાયા વાડી પ્રા.શાળા અને જામરાવલ નગરપાલિકા કક્ષાની સ્પર્ધા શ્રી હાથી જી.જી. હાઈસ્કૂલમાં તા.૨૩-૧૨-૨૦૨૩ના યોજાશે.
આ ઉપરાંત તા.૨૬-૧૨-૨૦૨૩ ના રોજ જિલ્લાકક્ષાની સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં તાલુકા ક્ક્ષામાંથી પ્રથમ ક્રમે આવનાર ખેલાડીઓ તથા નગરપાલિકાકક્ષામાંથી પ્રથમ ક્રમે વિજેતા થયેલ ખેલાડીઓ (ભાઈઓ તથા બહેનો) જીલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનારને ૨૧,૦૦૦/- તથા બીજા ક્રમે આવનાર ને ૧૫,૦૦૦/- તથા ત્રીજા ક્રમે આવનારને ૧૧,૦૦૦/- ઇનામ રાશી આપવામાં આવશે અને પ્રથમ ક્રમે વિજેતા થયેલ ખેલાડીઓ (ભાઈઓ તથા બહેનો) રાજ્યકક્ષાએ ભાગ લેશે. તેમજ તા. ૩૦/૧૨/૨૦૨૩ ના રોજ રાજ્યકક્ષાની સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં પ્રથમ ક્રમે આવનાર ખેલાડીઓ (ભાઈઓ તથા બહેનો)ને ૨,૫૦,૦૦૦/- તથા બીજા ક્રમે આવનાર ને ૧,૭૫,૦૦૦/- તથા ત્રીજા ક્રમે આવનાર ને ૧,૦૦,૦૦૦/- ઇનામ રાશી આપવામાં આવશે અને રાજ્યકક્ષાએ ભાગ લીધેલ અન્ય ખેલાડી ભાઈઓ તથા બહેનોને ડીજીટલ સર્ટીફીકેટ આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial