Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૬ ઓબીસી, ૩ આદિવાસી, બે સામાન્ય, ૧ એસ.સી. સહિત
રાયપુર તા. રરઃ છત્તીસગઢમાં મંત્રીઓની શપથવિધિ સંપન્ન થઈ છે. નવા ૯ ધારાસભ્યો મંત્રી બન્યા છે.
છત્તીસગઢમાં આજે ગુરૃવારે વિષ્ણુદેવ સાંઈના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. ૯ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ રાજભવનમાં સવારે ૧૧.૪પ વાગ્યાથી શરૃ થયો હતો. કેબિનેટમાં કુલ ૧રમાંથી ૬ ઓબીસી,૩ આદિવાસી, ર સામાન્ય અને ૧ એસી છે. હજુ એક જગ્યા ખાલી છે. રાજ્યમાં ૧૩ સભ્યોની કેબિનેટ છે. આ પહેલા ૧૩ ડિસેમ્બરે વિષ્ણુદેવ સાંઈએ રાયપુરની સાયન્સ કોલેજમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. રાજયપાલ વિશ્વભૂષણ હરિચંદને તેમને શપથ લેવડાવ્યા હતાં. તેમના પછી અરૃણ સાઓ અને વિજય શર્માએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial