Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં ગૌચરની જમીન માપણીમાં મોટાપાયે ગરબડનો કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ

જામજોધપુર તા. રરઃ જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે સર્વે નં. ૧૧૪૮ ગામ ગૌચરના સર્વેની માપણી અંગે ઉતાવળ કરવામાં આવી છે અને ખાનગી ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે આ પ્રકારની માપણી થઈ હોવાનો ગંભીર આક્ષેપ સાથે જામજોધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિતેષભાઈ જોષીએ મુખ્યમંત્રી તથા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. શેઠવડાળા ગામે મોટાભાગે ખેડૂતોની જમીન પ્રપોલગેશન પછી ફેરફાર થાય છે. જેમાં હદ, દિશાઓ અને નકશામાં વિસંગતતા જોવા મળે છે. ખેડૂતોની જમીન માપણી કરાયા પછી જ સરકારી જમીન, ગોચર તથા ખરાબાની માપણી કરીને સુધારા-વધારા કરવામાં આવે.

તાલુકા કોંગ્રેસ પ્રમુખે એવો આક્ષેપ કર્યો છે કે ઉદ્યોગ જગત સાથે સંકળાયેલ અને સોલાર ફાર્મના માલિકોને ફાયદો કરાવવા સરકારી તંત્ર, લેન્ડ રેકર્ડ કચેરી તેમજ જિલ્લા પંચાયત, અધિકારી દ્વારા તાલુકા પંચાયતના અધિકારીઓ ઉપર ગૌચર જમીન માપણીનું દબાણ કરી ઉતાવળ કરવામાં આવે છે.

પહેલા ખેડૂતોની માપણી માટેની અરજીઓ ધ્યાને લઈને તેમના પ્રશ્નનો નિકાલ થાય પછી જ સરકારી જમીન માપણીની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. જો સરકારી તંત્ર દ્વારા આ પ્રશ્ને ખેડૂતોની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો તાલુકાના ખેડૂતો સાથે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh