Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના લતીપરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અપાયા યોજનાકીય લાભો

જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરસરના અધ્યક્ષસ્થાને

જામનગર તા. ૨૨ઃ રાજ્યભરમાં ચાલી રહેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારી સ્વાગત કર્યું હતું.

આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોની ટીબી, સિકલ સેલ સહિતની આરોગ્ય તપાસ કરાઈ હતી. તેમજ પોષણ યોજના, પી.એમ. કિસાન સ્વનિધિ, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભો અર્પણ કરાયા હતા. જેની લાભાર્થીઓએ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાંંં  ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, ઉજવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અદ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શનની સાથોસાથ ડ્રોનનું નિદર્શન કરાયું હતું. ચભાડિયા, જિ.પં. સભ્ય લખધીરસિંહ જાડેજા, તાલુકા પંચાયત ધ્રોલના સદસ્ય હંસાબેન ચભાડીયા, વસંતબેન તરાવીયા સહિતના જનપ્રતિનિધિઓ, આગેવાનો, સરકારી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh