Advertisement
Author: નોબત સમાચાર

ખરીદેલા સામાનના પૈસા માગતા ગ્રાહકે વેપારી પર છરી વડે કર્યાે હીચકારો હુમલો

હવે નામ લેતો નહીં કહી આપી ધમકીઃ

જામનગર તા. રરઃ જામનગરના દિગ્જામ વુલન મીલ પાછળ આવેલા ગાયત્રી નગરમાં દુકાન ધરાવતા એક વેપારીએ સામાન ખરીદવા આવેલા વ્યક્તિ પાસે પૈસા માગતા તેમના પર છરીથી હુમલો કરી ગ્રાહકે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જામનગરના દિગ્જામ વુલન મીલ પાછળ આવેલા ગાયત્રીનગરમાં રહેતા અને ત્યાં જ દુકાન ધરાવતા ભીમશીભાઈ વીરાભાઈ કરંગીયા નામના વેપારી ગઈકાલે સાંજે પોતાની દુકાને હતા ત્યારે ત્યાં મહાકાળી મંદિર નજીક રાવલવાસમાં રહેતો આકાશ પરમાર ઉર્ફે ૧૦૮ નામનો શખ્સ સામાન ખરીદવા માટે આવ્યો હતો.

આ વેળાએ તેણે લીધેલા સામાનના પૈસાની દુકાનદાર ભીમશીભાઈએ માગણી કરતા આકાશે પૈસા આપવાની ના પાડી ગાળો ભાંડી હતી. તે પછી પોતાની દુકાનની બહાર નીકળેલા ભીમશીભાઈને રોકી આકાશે છરી વડે હુમલો કર્યાે હતો. ભીમશીભાઈને હથેળીમાં અને ખભ્ભાના ભાગે છરી વાગી ગઈ હતી. હુમલાખોરે હવે નામ લેતો નહીં તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ભીમશીભાઈએ સિટી-સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh