Advertisement
Author: નોબત સમાચાર

કોમર્શિયલ એલપીજીનું સિલિન્ડર થયું સસ્તુઃ ૩૯ રૃપિયાનો કરાયો ઘટાડો

ઘરેલું એલપીજીના ભાવો યથાવત

નવી દિલ્હી તા. રરઃ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવોમાં ઘટાડો કરાયો છે. જ્યારે ઘરેલું ગેસના બાટલાના ભાવોમાં કોઈ ફેરફાર કરાયો નથી.

કેન્દ્ર સરકારે ૧૯ ગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટાડ્યો છે. ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૩૯ રૃપિયાનો ઘટાડો થયો છે.

કોમર્શિયલ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં ૧૭૯૬. પ૦ રૃપિયા, મુંબઈમાં ૧૭૪૯ રૃપિયા, કોલકાતામાં ૧૯૦૮ રૃપિયા અને ચેન્નાઈમાં ૧૯૬૮.પ૦ રૃપિયા હતો. હવે ભારતમાં ૩૯ રૃપિયાનો ઘટાડો થયો છે. જો કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

આ પહેલા ૧ ડિસેમ્બરના ૧૯ કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે સિલિન્ડરનો ભાવ ર૧ રૃપિયા વધારવામાં આવ્યો હતો. તે પહેલા ૧૬ નવેમ્બરના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ પ૭ રૃપિયા ઘટાડવામાં આવ્યા હતાં.

છેલ્લા કેટલાક સમયથી લગભગ દર મહિને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. વારંવાર સિલિન્ડરના રેટ રિવાઈઝ કરવામાં આવ્યા છે. ઘરેલું સિલિન્ડરની વાત કરીએ તો તેના રેટમાં ઓગષ્ટ બાદથી કોઈ ફેરફાર થયો નથી. છેલ્લી વખત ૩૦ ઓગષ્ટ ર૦ર૩ ના રોજ ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરની કિંમત ર૦૦ રૃપિયા ઓછી કરવામાં આવી હતી. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ ઘરેલું એલપીજી સિલિન્ડર દિલ્હીમાં ૯૦૩ રૃપિયા, કોલકાતામાં ૯ર૯ રૃપિયામાં અને મુંબઈમાં ૯૦ર.પ૦ રૃપિયામાં મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh