Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીના જંતર-મંતર પર વિપક્ષો દ્વારા મોદી સરકાર સામે દેખાવોઃ દિગ્ગજો જોડાયા

૧૪૬ સાંસદોને સસ્પેન્ડ કરવાના કદમ સામે દેશવ્યાપી વિરોધનું વિપક્ષોનું એલાનઃ રાહુલ ગાંધીએ ગણાવી નફરત સામે મહોબ્બતની લડાઈ

નવી દિલ્હી તા. રરઃ સાંસદોના સસ્પેન્શન પર વિપક્ષ આકરા પાણીએ છે અને કોંગ્રેસ સહિત ગઠબંધનના સાંસદોએ આજે જંતર-મંતર પર દેખાવો યોજયા છે. વિપક્ષી નેતાઓમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત નેતાઓ જોડાયા છે.

સંસદમાં સાંસદોના સસ્પેન્શનને લઈને વિપક્ષી સાંસદો લડી લેવાના મૂડમાં છે. ગઈકાલે સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ કરી હતી ત્યારે આજે પણ વિપક્ષી સાંસદોનો વિરોધ ચાલુ રાખ્યો હતો અને દિલ્હીના જંતર-મંતર પર મોદી સરકાર સામે દેખાવો યોજયા હતાં. વિપક્ષી નેતાઓમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા નેતાઓ જોડાયા હતાં.

આ જ રીતે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી આંદોલનનું વિપક્ષોએ એલાન કર્યુ છે અને ઠેર-ઠેર દેખાવો થઈ રહ્યાં છે.

વિપક્ષો દ્વારા જુદા-જુદા રાજ્યોમાં મોદી સરકારની તાનાશાહી સામે દેખાવો થઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે.

સંસદમાં ૧૩મી ડિસેમ્બરે થયેલી સુરક્ષામાં ચૂક મામલે બન્ને ગૃહોમાં વિરોધ પક્ષોના સાંસદોએ હોબાળો કર્યા બાદ સંસદની અવમાનના મામલે લોકસભા અને રાજયસભામાંથી અત્યાર સુધીમાં ૧૪૬ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સસ્પેન્શનને લઈને કોંગ્રેસ સહિત ગઠબંધન ઈન્ડિયાના સાંસદોએ ગઈકાલે સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ કરી હતી.

આજે પણ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં દિલ્હીના જંતર-મંતર પર દેખાવ કરીને વિરોધ ચાલુ રાખ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે તમામ જિલ્લા મથકોએ દેશવ્યાપી દેખાવનો કાર્યક્રમ પણ નક્કી કર્યો છે.

જંતર-મંતર પર દેખાવો કરનારા લોકોને સંબોધતા રાહલ ગાંધીએ કહ્યું કે, સાંસદો જનતાનો અવાજ છે. આ લડાઈ નફરત અને મોહબ્બત વચ્ચેની છે. સંસદની સુરક્ષા ચૂકની ઘટનાને તેમણે કેન્દ્ર સરકારની નિષ્ફળતા ગણાવી હતી. મિમિક્રી વિવાદમાં પણ તેમણે કહ્યું કે, મુદ્દો જે વાતનો બનવો જોઈતો હતો તે ન બન્યો. ઉપરથી મેં વીડિયો બનાવ્યો એને મુદ્દો બનાવી દીધો. સસ્પેન્શન, સુરક્ષા, બેરોજગારી જેવા મૂળ મુદ્દાઓ પર કોઈ ધ્યાન જ આપવામાં આવતું નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh