Advertisement
Author: નોબત સમાચાર

હમાસ શરણાગતિ સ્વીકારે અથવા મરવા માટે તૈયાર રહેઃ નેતાન્યાહૂ

વૈશ્વિક વિરોધ છતાં તેવર આક્રમક

નવી દિલ્હી તા. ૨૨ઃ ઈઝરાયેલ વડાપ્રધાન નેતાન્યાહૂએ સ્પષ્ટ કહ્યું છે કે હમાસ સામે બે જ વિકલ્પ છે, સરેન્ડર કરે અથવા મોતને ભેટે.

હમાસ સામે જંગ લડી રહેલા ઈઝરાયેલે આખા ગાઝાને તબાહ કરી દીધું છે. અને દુનિયાના ઘણાં દેશો હવે આ બાબતનો વિરોધ કરી રહ્યા છે પણ ઈઝરાયેલના આક્રમક તેવર યથાવત છે. ઈઝરાયેલ એકનું બે થવા માટે તૈયાર નથી.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નૈતાન્યાહૂએ ફરી એકવખત સંકેત આપ્યો છે કે ઈઝરાયેલ કોઈપણ સંજોગોમાં આ યુદ્ધ ખતમ કરવા માટે તૈયાર નથી. તેમણે કહ્યું હતું કે ઈઝરાયેલની સેના કોઈપણ સંજોગોમાં હમાસનો ખાતમો બોલાવવાના પોતાના મિશનને પૂરૃં કરશે.

 નેતાન્યાહૂના આ નિવેદને યુદ્ધ વિરામની રહી સહી શક્યતાઓ પર પણ હાલ પૂરતું તો પાણી ફેરવી દીધુ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ઈઝરાયેલના બંધક બનાવાયેલા નાગરિકોને છોડવા માટે પણ હમાસ તૈયાર થઈ રહ્યું નથી.

નેતાન્યાહૂએ કહ્યું હતું કે, અમે જીત મળશે ત્યાં સુધી લડીશું. હમાસનો ખાત્મો અને તમામ બંધકોની મુક્તિ જ અમારુ લક્ષ્ય છે. હમાસ સામે બહુ સરળ વિકલ્પ છે. તેઓ સરેન્ડર થાય અથવા તો મરવા માટે તૈયાર રહે. તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હમાસનો ખાતમો થયા બાદ ફરી ઈઝરાયેલની સામે કોઈ ખતરો ન બની શકે તે માટે હું મારી પૂરી તાકાત લગાવીશ.

બીજી તરફ હમાસનું કહેવું છે કે, જ્યાં સુધી ઈઝરાયેલ યુદ્ધ વિરામની જાહેરાત નથી કરતું ત્યાં સુધી અમે બંધકોને છોડવા માટે કોઈ ડીલ કરવાના નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh