Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસટી ડિવિઝન પાછળથી પકડાયો ઘોડીપાસાનો જુગારઃ
જામનગર તા. ૨૨ઃ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગોળના ગોડાઉન પાસે ગઈકાલે રાત્રે દોઢ વાગ્યે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા પંદર શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. જ્યારે કાલાવડ નાકા બહાર એસટી ડિવિઝન પાછળથી પાંચ શખ્સ ઘોડીપાસા વડે જુગાર રમતા ઝડપાયા છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૮માં આવેલા ગોળના ગોડાઉન પાસે ગઈરાત્રે ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી-સી ડિવિઝનના પોલીસ કાફલાએ પીએસઆઈ એસ. એમ. સીસોદીયાના વડપણ હેઠળ દરોડો પાડ્યો હતો.
આ સ્થળે જુગાર રમી રહેલા કાનાભાઈ ગોવિંદભાઈ કાંબરીયા, વિમલ રાણાભાઈ ઓડીચ, સતિષ વિરમભાઈ અસ્વાર, કુંદનભાઈ રાકુમાર શર્મા, વિજય કરશનભાઈ અસ્વાર, રામકિશોર રાજારામ પ્રજાપતિ, રોહિત નિરજકુમાર કશ્યપ, મુકેશ કુબેરપ્રસાદ કુમાર, હરીશચંદ્ર શ્રીપ્રેમસિંગ રાજપૂત, કમલેશ ઉદયરામ પ્રજાપતિ, મહાવીર રામશંકર પ્રજાપતિ, છોટુભાઈ ભગીરથ રાજપૂત, રાજકુમાર જમનલાલ રાજપૂત, ભોલાભાઈ સુખારીયાભાઈ ચૌધરી, સુનિલરાય ગુરૃચરણરાય જાદવ નામના પંદર શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૃા.૧૬૨૦૦ રોકડા અને ગંજીપાનાની બે કેટ કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી અલસફા સોસાયટી નજીક ગઈરાત્રે જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા મહંમદ ઈશા મહેબુબ ભગત, મોઈન યુસુફભાઈ નોતીયાર, મહંમદ મુસ્તકીમ લુસવાલા, સફીક સાજીદ ભરારી, મહંમદહુસેન હારૃન ફૂલવાલા નામના પાંચ શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. તેઓના કબજામાંથી રૃા.૨૨૫૦૦ ઝબ્બે લેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial