Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાનની દુકાને સામાન્ય બોલાચાલી પછી કર્યાે હતો હુમલોઃ
જામનગર તા. ૨૨ઃ ધ્રોલના મોટા ગરેડીયા ગામના એક શખ્સે પાંચ વર્ષ પહેલાં પાનની એક દુકાને થઈ રહેલી વાતચીત દરમિયાન ઉશ્કેરાટમાં આવી ધ્રોલના યુવાન પર પાઈપ વડે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી છ મહિનાની કેદની સજા ફટકારી છે.
ધ્રોલના જોડિયા રોડ પર આવેલી પાનની એક દુકાને ગઈ તા.૧૨-૧૦-૧૮ના દિને બાબુભાઈ માવજીભાઈ બેઠા હતા ત્યારે ત્યાં ધ્રોલ તાલુકાના મોટા ગરેડીયા ગામનો જગદીશ ભારથી બચુભારથી નામનો શખ્સ આવ્યો હતો. આ વેળાએ વાતચીતમાં બાબુભાઈએ તાંત્રિકવિધિમાં માનતો નથી તેમ કહેતા બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાઈ ગયેલા જગદીશભારથીએ ગાળો ભાંડી પાઈપથી બાબુભાઈ પર હુમલો કરી માર માર્યાે હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા.
આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ કર્યું હતું. તે કેસ જામનગરની ખાસ અદાલતમાં ચાલી જતાં ફરિયાદ પક્ષ તરફથી દસ દસ્તાવેજી પુરાવા અને અગિયાર સાહેદોની જુબાની રજૂ કરવામાં આવી હતી. જેમાં આરોપીએ પાઈપ પોતાની સાથે રાખવો પડે તેવો કોઈ વ્યવસાય કરતા નથી તેવી પણ દલીલ કરાઈ હતી.
બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી જગદીશભારથી બચુભારથીને આઈપીસી ૩૨૪ના ગુન્હામાં છ મહિનાની કેદની સજા અને રૃા.૧ હજારનો દંડ, એટ્રોસિટી એક્ટની કલમ-૩ (ર) (પ-એ) ના ગુન્હા બદલ છ મહિનાની કેદ અને રૃા.૧ હજારનો દંડ તેમજ જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળના ગુન્હામાં ચાર મહિનાની કેદ અને રૃા.૧૦૦નો દંડ ફટકાર્યાે છે. આ કેસમાં સરકાર તરફથી એડીશનલ પબ્લિક પ્રોસીક્યુટર ધર્મેન્દ્ર જીવરાજાની તથા ફરિયાદી તરફથી વકીલ કિરણભાઈ બગડા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial