Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય એક આસામીને પણ ચૂકવાશે વળતરઃ
જામનગર તા. ૨૧: જામનગરના બે આસામીએ પોતાની મોટરને નડેલા અકસ્માત અને વેઠવી પડેલી નુકસાની અંગે વળતર મેળવવા વીમા કંપની સમક્ષ ક્લેઈમ કર્યાે હતો. તે રદ્દ કરાતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે એક આસામીને રૂ. ૧૮ લાખ તેમજ બીજા આસામીને રૂ. ૭ લાખ અને વ્યાજ અલગથી ચૂકવી આપવા બંને વીમા કંપનીને આદેશ કર્યાે છે.
જામનગરમાં રહેતા જયેશ વાલજીભાઈ સોરઠીયા નામના આસામીએ પોતાની મોટર માટે એચડીએફસી અર્ગાે જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વીમો મેળવ્યો હતો. તેના ચૂકવેલા પ્રિમિયમ પછી વીમો ચાલુ હતો તે દરમિયાન ખંભાળિયા ઓવર બ્રિજ નજીક તેમની મોટરને અકસ્માત નડ્યો હતો. જેમાં થયેલી નુકસાની અંગે રૂ. ૭૦૪૮૮૭ વસૂલ મેળવવા કલેઈમ કરાયો હતો.
તે કલેઈમ વીમા કંપનીએ રદ્દ કરી નાખતા નોટીસ પાઠવ્યા પછી જયેશભાઈએ જામનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે છ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવા અને રૂ. ૧૦ હજાર ટોઈંગ ચાર્જ, રૂ. ૨૭૭૦૦ એસ્ટીમેન્ટ ચાર્જ, રૂ. પ હજાર વળતર પેટે પણ આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.
જામનગરના દુલાભાઈ પરબતભાઈ કેશવાલાએ પોતાની મોટર માટે આઈસી આઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વીમો લીધો હતો. તે પછી બે વર્ષ પહેલાં નાઘેડી પાસે તેમની મોટર સાથે રોઝડુ ટકરાઈ પડતા મોટર નદીમાં પડી ગઈ હતી અને તેમાં નુકસાન થયું હતું. નુકસાનીનો ક્લેઈમ કરવામાં આવતા વીમા કંપનીએ બહાના બતાવી આ કલેઈમ રદ્દ કર્યાે હતો.
વીમા કંપની સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ. ૧૮ લાખ છ ટકાના વ્યાજ સાથે વળતર પેટે ચૂકવી આપવા તથા ફરિયાદ ખર્ચના રૂ. પ હજાર અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. બંને કેસમાં ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી તથા નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial