Advertisement
Author: નોબત સમાચાર

હિમતનગર વિસ્તારમાં શેરીઓ તથા મુખ્ય માર્ગાે પર ટ્રાફિક સમસ્યા ઉકેલવા રજૂઆત

સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન દ્વારા એસપી સમક્ષ

જામનગર તા. ૨૧: જામનગરમાં હોસ્પિટલથી ડીકેવી રોડ પર સેન્ટ ઝેવિયર્સ તથા સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ આવેલી છે. આ શાળાઓના કારણે બાળકોને તેડવા-મૂકવા આવતા વાલીઓ તેમજ સાયકલ સહિતના વાહનો લઈને આવતા વિદ્યાર્થીઓ શાળા પાસેની શેરીમાંથી આવ-જા કરે છે.

પરિણામે હિમતનગરની શેરી નં.૧થી ૯ સુધીની તમામ શેરીઓ તેમજ હિમતનગર મુખ્ય માર્ગ પર શાળા શરૂ થવાના-છૂટવાના સમયે દરરોજ ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. અહીં આડેધડ પાર્કિંગ થાય છે, દરરોજ નાના-મોટા વાહનો અથડાવાના બનાવો બને છે. અધૂરામાં પૂરૃં આ વિસ્તારમાં હોસ્પિટલ આવેલી હોવાથી ખૂબજ ટ્રાફિક રહે છે.

આ ટ્રાફિક સમસ્યા દૂર કરવા ટ્રાફિક નિયમન વ્યવસ્થિત કરવા, પીક અવર્સમાં બંંદોબસ્ત ગોઠવવા મહાપાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન અને વોર્ડ નં.૩ના કોર્પોરેટર સુભાષભાઈ જોષીએ એસપીને આવેદન આપી રજૂઆત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh