Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં મહિલા જાગૃતિ શિબિરઃ યોજનાઓ સમજાવાઈ

ઘરેલું હિંસા અધિનિયમ-ર૦૦પ અંગે વકીલો-પોલીસે આપ્યું માર્ગદર્શન

ખંભાળીયા તા. ૨૧: નારી વંદના ઉત્સવ-ર૦ર૪ અંતર્ગત ખંભાળીયામાં ઘરેલું હિંસાથી સ્ત્રીઓના રક્ષણ બાબત અધિનિયમ-ર૦૦પ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા યોગ કેન્દ્ર નગરપાલિકા હોલમાં નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીના અધ્યક્ષસ્થાને ઘરેલું હિંસા અધિનિયમ-ર૦૦પ ના અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાયદાકીય જાગૃતિ શિબિરમાં મદદનીશ સરકારી વકીલ અલ્પેશભાઈ પરમાર દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ-ર૦૦પ ની જોગવાઈઓ તથા કલમો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા હાલમાં જ અમલમાં આવેલ નવા કાયદાઓ ભારતીય ન્યાય સહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સહિતા અંગેની માહિતી પૂરી પાડી હતી. ઉપરાંત સમગ્ર દેશમાં થઈ રહેલા ઘરેલું હિંસાના બનાવો, ઘરેલું હિંસાના અનેક ઉદાહરણો આપ અને મહિલાઓ ઉપર થતી ઘરેલું હિંસાથી પોતાને કઈ રીતે સુરક્ષિત રાખી શકે તેનું વિસ્તૃત માર્ગદર્શન પુરૃં પાડ્યું હતું.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભી દ્વારા મહિલાઓની સુરક્ષા સંબંધી વિવિધ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન વગેરેની માહિતી પૂરી પાડી હતી.

મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર જે.જે. ચૌહાણ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન મહિલાઓને કેવી રીતે મદદરૂપ થઈ શકે તેના વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા લિટીગેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી પ્રફુલ જાદવ, મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.કે. બારડ અને જે.એમ. અગ્રાવત તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની વિવિધ યોજનાના કર્મચારીઓ, શી ટીમ, આરોગ્ય કાર્યકરો, આંગણવાડી કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh