Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ઠેર ઠેર ખાડા, ગંદકી, રોચગાળાના મુદ્દે વિપક્ષના કોર્પોરેટરો આકરા પાણીએ
જામનગર તા. ર૧: જામનગરના માર્ગો ઉપર ઠેર ઠેર ખાડા, ગંદકી, રોગચાળો વગેરે મુદ્દે વિપક્ષી કોર્પોરેટરોએ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રશ્નોની ઝડી વરસાવી હતી. આ બેઠકમાં પાંચ ટી.પી. સ્કીમ અંગે ઈરાદો જાહેર કરવામાં આવ્યો હર્તો જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા ગઈકાલે મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી સહિતના અધિકારીઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં.
તા. ૧પ-૭-ર૦ર૪ થી ૩૧-૭-ર૦ર૪ સુધી વ્યાજ માફી સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી. તેને સામાન્ય સભામાં મંજુરી આપવામાં આવી હતી.
શહેરની ટીપી સ્કીમ નંબર રપ, ર૬ અને ર૭ માટે ફરી વખત ઈરાદો જાહેર કરવાની દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી, તો ટીપી સ્કીમ નંબર ૧૧ અને ર૦ દરખાસ્તને પરામર્શ માટે સામાન્ય સભાએ મંજુરી આપી હતી હવે આખરી મંજુરી અને અન્ય પ્રક્રિયા માટે દરખાસ્તને સરકારમાં મોકલવામાં આવશે.
આ ઉપરાંત અધ્યક્ષસ્થાને એક દરખાસ્ત રજૂ થઈ હતી જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ ફાયર પ્રિવેન્સન વીંગની રચના કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. આ પછી પ્રશ્નોત્તરી યોજાઈ હતી જેમાં વિપક્ષના કોર્પોરેટરો દ્વારા પ્રશ્નોની ઝડી વરસાવવામાં આવી હતી.
તેમાં રચનાબેન નંદાણિયાએ ઢોરનો પ્રશ્ન ઊઠાવી ઢોરના ડબ્બામાં ઘાસચારા, ડોક્ટરની શું વ્યવસ્થા છે, મૃતક ઢોરના હાડકાનો ધંધો કરવામાં આવે છે. તો જેનબબેન ખફીએ તળાવ બૂરાણ અંગે પ્રશ્ન ઊઠાવ્યો હતો, જ્યારે આનંદ રાઠોડએ સેટઅપ અંગે રજૂઆતો કરી હતી. અલ્તાફ ખફી, અસલમ ખીલજી વગેરેએ શહેરમાં ચોતરફ ખાડા હોય સરકારે પેચ વર્ક કરવું જોઈએ.
આ ઉપરાંત ત્રીજા સ્મશાન અંગેનો મુદ્દો ઊઠાવતા ચેરમેન નિલેષ કગથરાએ જવાબ આપ્યો હતો કે ટૂંક સમયમાં જ આ બાબતે કામગીરી હાથ ધરવામાં આવશે. આ પછી સામાન્યસભા સંપન્ન થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial