Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિકસિત ભારત કા મંત્ર, ભારત હો નશે સે સ્વતંત્ર
ખંભાળિયા તા. ર૧: ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા નશીલા પદાર્થો અને માદક દ્રવ્યોના દુરૂપયોગ, તેની ખરાબ અસરો અટકાવવા અને તેની માંગ ઘટાડવા માટે દેશમાં 'નશામુક્ત ભારત અભિયાન' ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નશા નિવારક શિક્ષણ, નશાકર્તાઓની સારવાર અને પુનર્વસન, ક્ષમતા નિર્માણ તેમજ જાગૃતિ માટે વિવિધ શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. 'વિકસિત ભારત કા મંત્ર, ભારત હો નશે સે સ્વતંત્ર' થીમ અંતર્ગત 'નશામુક્ત ભારત અભિયાન'ની ઉજવણીના ભાગરૂપે ૧ર મી ઓગસ્ટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નશામુક્તિ પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલેક્ટર જી.ટી. પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયા સહિત જિલ્લા પંચાયત તેમજ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ નશામુક્તિ અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial