Advertisement
Author: નોબત સમાચાર

પોલીસમાં અગાઉ કરાયેલી ફરિયાદનો ખાર રાખી મોરઝરમાં યુવાન પર હલ્લો

છરી, લાકડી, પાઈપથી ચાર શખ્સ તૂટી પડ્યાઃ

જામનગર તા. ર૧: જામનગરના રહેવાસી અને ભાણવડના મોરઝરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે આંટો મારવા આવેલા યુવાન પર અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી ચાર શખ્સે છરી, લાકડી, પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો.

જામનગરના ગુલાબનગર નજીક વિભાપર રોડ પર ગોકુલ ધામ સોસાયટીમાં રહેતા મૂળ ભાણવડ તાલુકાના મોરઝર ગામના વિમલભાઈ જેઠાભાઈ પરમાર નામના યુવાન સોમવારે  મોરઝર ગામમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આવ્યા હતા.

તેઓ રાત્રે દસેક વાગ્યે પોતાના ઘર પાસે હતા ત્યારે પાંચેક મહિના પહેલા તેમના ભાઈ નિરજે કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી ભરત બાવનજી બાટા નામનો શખ્સ ધસી આવ્યો હતો. તેણે નરોત્તમભાઈના ઘર પાસે વિમલને રોકી લઈ પોલીસ ફરિયાદ કરવાનો બહુ શોખ થાય છે ને તેમ કહી વિમલ પર પાઈપથી હુમલો કર્યાે હતો. સાથે રહેલા ચંદ્રેશ નરોત્તમ પરમારે લાકડી ફટકારી હતી.

આ વેળાએ ધસી આવેલા બાલા નરોત્તમ, નરોત્તમ બચુભાઈ પરમારે પણ લાકડીઓથી હુમલો કરી વિમલને માર મારવા ઉપરાંત છરીથી ઈજા પહોંચાડી હતી. ભાણવડ પોલીસ સ્ટેશનમાં વિમલે ફરિયાદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh