Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન
ખંભાળીયા તા. ર૧: કૌરવો, પાંડવોના ધૃતક્રીડા પ્રસંગ પછી પાંડવોને અજ્ઞાત વાસમાં જવાનું થયેલું આ અજ્ઞાતવાસ કાળમાં હાલારના અનેક વિસ્તારોમાં પાંડવો રહ્યા હતા તથા તેમણે અનેક પ્રાચીન શિવલીંગની સ્થાપના કરી હતી જેમાં જામજોધપુરના સડોદર પાસે શ્રી ફૂલનાથ મહાદેવ જાણીતું છે.
જામનગર જામજોધપુર રસ્તા પર સામાણા થઈને સડોદર પાસે સાડા પાંચેક હજાર વર્ષ જુનું પ્રાચીન ફૂલનાથ મહાદેવ છે.
કહેવાય છે કે પાંડવો અહીં અજ્ઞાતવાસમાં આવેલા અને કુંતી માતાનું વ્રત હતું કે મહાદેવની પૂજા કરીને જમવું પણ અહીં કોઈ શિવલીંગના હોય ભીમને ભૂખ લાગતા તેમણે કુંતા માતા માટે ફૂલના શિવલીંગ બનાવી પૂજા કરાવેલી તે શિવલીંગ એટલે ફૂલનાથ મહાદેવ.
મંદિરની બાજુમાં જ પાણીના ત્રણ કુંભ છે. જેમાં એક કુંભ મહાદેવની પૂજા માટે બીજો નાહવા, ત્રીજો કપડા ધોવા માટે ઉપયોગ થાય છે. અહીં હિંગળાજ માતાજીનું સ્થાનક તથા નાગેશ્વર મહાદેવ પણ છે. પ્રકૃતિની ગોદમાં ફરતી બાજુ સતત ખડખડાટ વહેતા ઝરણા છલકતા ચેકડેમ રોડ પરથી વહેતું પાણી સાથેનું આ સ્થળ શ્રાવણ માસમાં ભાવિકો માટે ખૂબ જ પસંદગીપાત્ર બન્યું રહે છે તથા રોજ દૂર દૂરથી ભાવિકો અહીં દર્શન- પૂજા માટે આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial