Advertisement
Author: નોબત સમાચાર

જીમમાં કસરત કરતી વેળાએ તબીબી વિદ્યાર્થીને હૃદયરોગનો હુમલોઃ મૃત્યુ

વીજ કંપનીના નાયબ ઈજનેરના પુત્રના નિધનથી વજ્રઘાતઃ

જામનગર તા. ૨૧: જામનગર પીજીવીસીએલમાં નાયબ ઈજનેરની ફરજ બજાવતા એક અધિકારીના એમબીબીએસમાં અભ્યાસ કરતા ઓગણીસ વર્ષના પુત્રનું આજે સવારે કસરત કરતી વેળાએ જીમમાં હૃદયરોગનો હુમલો આવી જતાં નિધન થયું છે. યુવાનોમાં વધતા જતા હૃદયરોગના પ્રમાણના કારણે વાલીવર્ગ ચિંતામગ્ન બન્યો છે. ઉપરોક્ત બનાવ જીમના સીસીટીવીમાં કંડારાઈ ગયો હતો.

આ દુખદ બનાવની વધુ વિગત મુજબ પીજીવીસીએલ કચેરીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હેમતભાઈ માણેકના ઓગણીસ વર્ષના પુત્ર કિશનભાઈ માણેક આજે સવારે પોતાના ઘરેથી કસરત કરવા માટે જીમમાં ગયા હતા. જ્યાં તેઓને કસરત કરતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યા પછી તેઓ ઢળી પડ્યા હતા.

આ વેળાએ જીમમાં સાથે કસરત કરી રહેલા અન્ય વ્યક્તિઓએ કિશનભાઈને સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી. તે પહેલાં હૃદયરોગના તિવ્ર હુમલાથી આ યુવાનનું મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી ગઈ છે.

બનાવની તેમના પરિવારને જાણ કરાતા માતા-પિતા દોડી આવ્યા હતા. માતાના કરૂણ આક્રંદે વાતાવરણ ભારેખમ બનાવી દીધુ હતું. વધુમાં જાણવા મળ્યા મુજબ સદ્ગત કિશનભાઈના પિતા હેમતભાઈ માણેક પીજીવીસીએલમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના માતા શિક્ષિકા તરીકે સેવા આપી રહ્યા છે. આ યુવાનના મોટા બહેન ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયા છે. હેમતભાઈના એકના એક પુત્રનું આવી રીતે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતાં વાલી વર્ગમાં પણ ચિંતાની લાગણી પ્રસરી છે.

આ યુવાનને જ્યારે હૃદય રોગનો હુમલો આવ્યો ત્યારે જીમમાં સીસીટીવી કેમેરા ચાલુ હતા. તેઓને છાતીમાં દુખવા લાગ્યા પછી તેઓ ઢળી પડ્યા અને સાથે રહેલા અન્ય યુવાનો તેમને સારવાર માટે લઈ જતાં હોવાનું જોવા મળી રહ્યું છે. સદ્ગત યુવાન હાલમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh