Advertisement
Author: નોબત સમાચાર

પ્રદર્શન મેદાનમાં મશીન મનોરંજનની રાઈડનું યાંત્રિક કમિટી દ્વારા નિરીક્ષણ કરાયું

ર૩ ઓગસ્ટથી રાઈડ્સનો થશે પ્રારંભઃ

જામનગર તા. ર૧: જામનગરના પ્રદર્શન મેદાનમાં મશીન મનોરંજનની રાઈડનું યાંત્રિક કમિટી દ્વારા નિરીક્ષણ કરાયું છે, અને ચકાસણીની રિપોર્ટ આવ્યા પછી શુક્રવાર ને ર૩ તારીખથી મશીન મનોરંજનની રાઈડનો પ્રારંભ થશે, તેમ જાણવા મળે છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે અને ર૦ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર સુધી યોજવા માટેનું આયોજન કરાયું છે.

દરમિયાન ગઈકાલે જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા આયોજિત મેળા કમિટી દ્વારા મશીન મનોરંજનની રાઈડની યાંત્રિક ચકાસણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ ગેમઝોન દુર્ઘટના પછી યાંત્રિક રાઈડ ચાલુ કરવા માટેના કેટલાક નિયમોમાં ફેર બદલાવ કરાયો છે, અને મશીન મનોરંજનની રાઈડ ચાલુ કરતા પહેલા અનેક પ્રકારની મંજુરીઓ મેળવવાની રહેતી હોય છે, તે અંગેની જરૂરી ચકાસણી કરવામાં આવી હતી.

જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી મેળા કમિટીના અધ્યક્ષ પાણી પુરવઠા બોર્ડના અધિકારી નીતિન ગોઠીની રાહબરી હેઠળ આર.એન.બી. વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરી છૈયા તથા જુનિયર ઈજનેર ધવલ દેવમુરારી, ઈન્ડસ્ટ્રીયલ વિભાગના અધિકારી યોગેશ પેન્ડાલ, પોલિટેકનિક કોલેજના અધિકારી એ.એમ. ગલાણી, ઈલેક્ટ્રીકલ ઈન્સ્પેક્ટર હરેશ લંગારિયા, પીજીવીસીએલના નાયબ ઈજનેર અજય પરમાર, ફાયરબ્રિગેડ શાખાના જે.એન. રાજગોર, ઉમેદ ગામેતી, કામિલ મહેતા, સજુભા જાડેજા અને ઉપેન્દ્ર સુમડ સહિતની ટીમ દ્વારા સમગ્ર મેળાની યાંત્રિક રાઈડની તમામ પ્રકારે ચકાસણી કરવામાં આવી હતી, અને ચાર્ટર એન્જિનિયર તેજસ ઝાલાની પણ મદદ લેવામાં આવી હતી, જેનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે, અને આગામી ર૩ તારીખના શુક્રવારથી મેળા મેદાનમાં યાંત્રિક રાઈડ શરૂ થઈ જશે, તેમ જાણવા મળી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh