Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજથી વિધાનસભાનું સત્ર ત્રણ દિવસ માટે મળી રહ્યું છે. પ્રશ્નોત્તરી ટૂંકી હતી. માત્ર સરકારી વિધેયક જ પસાર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
કિલ્લેબંધી
વિધાનસભા ગૃહમાં તો કોંગ્રેસ તથા આ૫ની સંખ્યા ઓછી છે, તેથી હંગામો થવાની શક્યતા નથી, પણ વિધાનસભા ગૃહની બહાર રોડ ઉપર સરકાર ઘેરાયેલી છે. શિક્ષણ, આરોગ્ય, વનકર્મી તથા બેરોજગારી, મોંઘવારીના પ્રશ્નોના ગભરાટથી નવા સચિવાલયના માત્ર બે જ દરવાજાથી પ્રવેશ તથા વિધાનસભાના ભોંયતળીયે ગાડી પાર્કિંગ પણ બંધ કરી દેવાયું છે. ગાંધીનગરના પ્રવેશદ્વારથી જ કડક પોલીસ ચેકીંગ થઈ રહ્યું છે.
ખાતરના પ્રશ્નનો જવાબ
કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલે તાકીદની અગત્યની મેટર તરીકે ખાતર બાબતના પ્રશ્નનો જવાબ આપતા જણાવેલ કે, સમયાંતરે ખાતર મળી રહે તે માટે છેલ્લા વર્ષમાં વધુ જથ્થો કેન્દ્રએ ફાળવ્યો છે. સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરી છે. ૧૭ જેટલી સંસ્થાને જવાબદારી સોંપવામાં આવી છે. સહકારી મંડળીઓને પણ ખાતર વહેચણી માટે જોડી છે. આપ પાર્ટીના હેમંત ખવાના પેટા પ્રશ્નનો જવાબ એ પહેલા આપી દીધો છે. તેવું કહી જવાબ ટાળ્યો હતો.
શાળાના બાળકો દેખાયા
આજે અંગ્રેજી માધ્યમની શાળાના બાળકો પોતાના ગણવેશમાં અને યુવા રમતવીરોએ પીળી જર્સી પહેરી ધ્યાન આકર્ષિત કર્યુ હતું. પ્રેક્ષક ગેલેરી બાળકોથી જ ભરાઈ ગઈ હતી. અધ્યક્ષની ગેલેરીમાં આજે કોઈ દેખાયું ન હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial