Advertisement
Author: નોબત સમાચાર

ઓખામાં માછીમાર તથા હાપીવાડીમાં યુવતીના હૃદયરોગના હુમલાથી મૃત્યુ

દ્વારકા જિલ્લામાં હૃદયરોગનું ચિંતાજનક પ્રમાણઃ

જામનગર તા. ર૧: ઓખ સ્થિત આર.કે. બંદર પરથી ગઈકાલે માછીમારી માટે ગયેલા એક યુવાનની તબીયત બગડ્યા પછી હૃદયરોગનો હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ખંભાળિયાના હર્ષદપુર-હાપી વાડીમાં રહેતા એક યુવતીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં આવેલા આર.કે. બંદર પર માછીમારી માટે આવીને રહેતા મૂળ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મોટી દબાસ ગામના નિલેશભાઈ નાનજીભાઈ જાદવ (ઉ.વ.૩૨) નામના યુવાનની ગઈકાલે સવારે મહાલક્ષ્મી નામની બોટમાં માછીમારી કરતી વેળાએ તબીયત બગડી હતી. આ યુવાનને સારવાર માટે દવાખાને લઈ જવા બોટ કાંઠે લાવવામાં આવતી હતી. ત્યારે હૃદયરોગનો હુમલો આવી જતાં નિલેશભાઈનું મૃત્યુ નિપજ્યું છે. રાજેશ રઘુનાથ ટંડેલે પોલીસને જાણ કરી છે.

ખંભાળિયા તાલુકાના હાપીવાડી-હર્ષદપુરમાં રહેતા દીનાબેન વનીતભાઈ નકુમ (ઉ.વ.ર૧) નામના યુવતીને ગઈકાલે બપોરે છાતીમાં દુખાવો ઉપડ્યા પછી તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં પિતા વનીતભાઈ માવજીભાઈ નકુમે જણાવ્યું છે. પોલીસે બંને અપમૃત્યુની તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh