Advertisement
Author: નોબત સમાચાર

અલિયાબાડાની એએનએમ તાલીમ શાળામાં ટીબી, લેપ્રસી, એનિમિયા અંગે જનજાગૃતિ

નિદાન પછી દર્દીને સારવાર ચાલે ત્યાં સુધી રોકડ સહાયઃ

જામનગર તા. ૨૧: જામનગરના અલીયાબાડામાં આવેલ એએનએમ તાલીમ શાળામાં વિદ્યાર્થીનીઓને ટીબી., લેપ્રસી અને એનિમિયા જેવા ગંભીર રોગો વિશે જાગૃતતા આવે તે માટે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને રોગો વિષે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. પલ્મોનરી ટીબીના દર્દી જ્યારે ખાંસી ખાય છે, છીંક ખાય છે ત્યારે બેકટેરિયા હવામાં ફેલાય છે જે બીજાને ચેપ લગાડી શકે છે. માટે દર્દીના સંપર્કમાં આવતા વ્યક્તિઓની પણ જરૂર પડે તો તપાસ કરવી જરૂરી છે. આ ઉપરાંત ટીબી રોગના લક્ષણો જેવા કે બે અઠવાડિયા કે તેથી વધારે સમયથી ઉધરસ આવવી, ગળફામાં લોહી આવવું, ભૂખ ન લાગવી, વજન ઘટી જવું જેવા ટીબી રોગના લક્ષણો વિષે માહિતી આપવામાં આવી હતી.

ટીબી રોગનું નિદાન કઈ-કઈ પદ્ધતિથી થાય છે, તેની સારવાર તેમજ યોજના જેવી કે નિ-ક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના તમામ દર્દીને પોષણ યુકત આહાર માટે દવા ચાલુ રહે ત્યાં સુધી ખાતામાં રૂપિયા પ૦૦ જમા કરાવવામાં આવે છે. દર્દીને શું કાળજી રાખવી તે અંગે માહિતી આપવામાં આવી હતી. ક્ષય રોગનું નિદાન તેમજ સારવાર વિનામૂલ્યે તમામ આરોગ્ય કેન્દ્ર પર આપવામાં આવે છે.

આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીઓને પત્રિકાઓ આપવામાં આવી હતી. તેમજ કવીઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૮ જેટલી વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન મેળવી જામનગરને ટીબી મુકત બનાવવા સંકલ્પ લીધો હતો. અલીયાબાડા એએનએમ તાલીમ શાળાના આચાર્ય ફીલોમીના એસ. પારઘે દ્વારા સારો પ્રતિભાવ આપવામાં આવ્યો અને આવા આરોગ્ય જાગૃતતાના કાર્યક્રમ અવારનવાર સ્કૂલમાં થાય તે અંગે આવકાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં આરસીએચઓ ડો. નુપુર પ્રસાદ અને જિલ્લા ક્ષય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના માર્ગદર્શન હેઠળ ડીએસબીસીસી ચિરાગ પરમાર દ્વારા વિદ્યાર્થિનીઓને ટીબી રોગ અંગે માહિતી આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh