Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલથી તા. ર૪ ઓગષ્ટ દરમ્યાન
જામનગર તા. ર૧: આઈટીઆરએમાં કૌમારભૃત્ય વિભાગ દ્વારા બાળકોમાં જોવા મળતા વિવિધ ચામડીના રોગો માટે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોરયાસિસ, સફેદ ડાઘ, દાદર, ખરજવું જેવા રોગો માટે નિષ્ણાત આયુર્વેદ તબીબ દ્વારા વિનામૂલ્યે નિદાન અને સારવાર આપવામાં આવશે. આ ઓપીડી તા. રર ઓગષ્ટથી ર૪ ઓગસ્ટ દરમિયાન ઓપીડી નંબર ૧પ, કૌમારભૃત્ય વિભાગ, યુ.જી.હોસ્પિટલ બિલ્ડીંગ, ધન્વંતરી પરિસરમાં ગુરૂ અને શુક્રવારે સવારે ૯ થી ૧ર-૩૦ તથા સાંજે ૪ થી પ-૩૦ સુધી તેમજ શનિવારે સવારે ૯ થી ૧ર-૩૦ દરમિયાન યોજાશે. આ વિશેષ નિદાન સારવાર ઓપીડીનો લાભ લેવા સંસ્થાના પ્રભારી નિયામક પ્રો. વૈદ્ય બી.જે. પાટગીરી એ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial