Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરહર મહાદેવના નાદ સાથે ગૃહનું કામકાજ શરૃઃ પ્રશ્નોતરી યોજાઈ
ગાંધીનગર તા. ર૧: ગુજરાત વિધાનસભાના પહેલા દિવસે ગૃહમાં હરહર મહાદેવના નારા ગુંજ્યા હતાં. વિપક્ષના ધારાસભ્યોએ ઉઠાવેલા કેટલાક પ્રશ્નોના મંત્રીઓએ જવાબો આપ્યા હતાં.
વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. જેમાં વિધાનસભા ગૃહમાં હરહર મહાદેવના નારા લાગ્યા છે. અર્જુન મોઢવાડિયાને અધ્યક્ષની સામેની હરોળમાં સ્થાન અપાયુ છે, તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યનું સ્વાગત કરાયું છે. ભાજપના ધારાસભ્યોએ પાટલી થપથપાવી સ્વાગત કર્યું છે. ચાર ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતાં. ભાજપમાંથી ચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત ગૃહમાં આવ્યા છે.
વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. જેમાં ભાજપના એમએલએ કેયુર રોકડિયાએ પ્રશ્ન કર્યા છે. તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈ પ્રશ્ન કર્યા છે. તેમાં મંત્રી ઋષિકેશ પટેલે કેયુર રોકડિયાને જવાબ આપ્યો છે. જેમાં લાભાર્થીને ૩ તબક્કામાં રકમ જમા કરાવાય છે. આ અંગે ઝડપથી કામ થઈ રહ્યું છે તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું છે. તેમજ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રશ્ન કર્યા છે. જેમાં અમિત ચાવડાએ જણાવ્યું છે કે ર૦૧ર માં પ૦ લાખ કાચા મકાનો હતા. જેમાંથી હજુ પણ કાચા મકાનો રાજ્યમાં છે શહેરમાં રૂ. ૩.પ લાખમાં અપાય છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ૧.ર૦ લાખમાં મકાન અપાય છે.બંને જગ્યાએ અલગ અલગ કેમ?
ઋષિકેશ પટેલે કહ્યું- પ્રશ્નો કોમ્પોનન્ટ અલગ છે. તેમાં કોંગ્રેસ એમએલએમ ડો. તુષાર ચૌધરીએ રજુઆત કરતા જણાવ્યું છે કે શહેરી-ગ્રામ્ય વિસ્તારનો નવો આર્થિક સર્વે થવો જોઈએ. પીએમ આવાસ યોજનામાં નવો સર્વે કરાવવા રજુઆત છે. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હાલ મંજુરી થતી યાદી જુના ડેટા પ્રમાણે થાય છે. નવા સર્વે બાદ નવી યાદી પ્રમાણે સહાય મંજૂર થશે. તેમજ સરકારી આવાસ ભાડે અપાતા હોવાનો મુદ્દો ઉઠ્યો છે. જેમાં ભાજપના જ એમએલએ યોગેશ પટેલે મુદ્દો ઉઠાવ્યો છે તેમાં જણાવ્યું છે કે કેટલાક લોકો મકાનો ભાડે ચઢાવી દે છે. આવી ફરિયાદો અમને મળી છે.
ગૃહમાં સરકારી બેંકમાં નવા એકાઉન્ટ ખોલવાનો મુદ્દો ઉઠયો છેે. જેમાં વિધાનસભા ગૃહમાં જગદીશ પંચાલનું નિવેદન સામે આવ્યું છે. તેમાં સહકારી બેંકોમાં નવા રર લાખ એકાઉન્ટ ખૂલયા છે. નવા એકાઉન્ટોમાં રૂ. ૬.પ હજાર કરોડ ડિપોઝિટ થયા છે. તેમજ અગાઉ બનાસકાંઠા, પંચમહાલમાં પ્રોજેકટ શરૂ કરાયો હતોે. બંને જિલલામાં પાયલટ પ્રોજેકટ શરૂ થયો હતો. રાજ્યભરમાં હવે પ્રોજેકટ લાગુ કરવામાં આવ્યો છે. તેમજ વિધાનસભા ગૃહમાં અમિત ચાવડાનો આક્ષેપ છે કે ગ્રામીણ વિસ્તારોમાં સરકારી બેંકોના ખાતેદારોને સહકારી બેંન્કમાં ખાતું ખોલવામાં માટે દબાણ કરવામાં આવે છે. સરકારી બેંકોના બદલે સહકારી બેંકોમાં ખાતું ખોલાવવા માટે દબાણ કરાઈ રહ્યું છે. શું સહકારી બેંકોમાં ખાતું ખોલવું ફરજિયાત છે?
ભુતીયા શિક્ષકો મુદ્દે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન થયો છે. જેમાં દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીના પ્રશ્ન પર શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરનો જવાબ છે કે બનાસકાંઠા જિલ્લામાં ૧ર શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. પાટણ જિલ્લામાં સાત શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. આ શિક્ષકો વિદેશ પ્રવાસે છે તેમજ એક પણ શિક્ષકને પગાર ચૂકવ્યો નથી. બધા રજા મૂકીને ગયા છે. બનાસકાંઠાના ૬ શિક્ષકો બરતરફ કર્યા છે. બનાસકાંઠાના બે શિક્ષકોના રાજીનામા મંજુર કર્યા છે. તેમજ પાટણના ૭ શિક્ષકો મર્યાદામાં છે. હાલ કાર્યવાહી કરી નથી. રજા મૂકી વિદેશ ગયા છે. લિગલ ઓપિનિયન લઈ જવાબ લઈ કાર્યવાહી કરીશું તેમજ શિક્ષકો રજાઓ મૂકી અને વિદેશ જતા રહેશે તેમ રાજ્યમાં મોટાપાયે શિક્ષકોની ઘટ છે ત્યારે શિક્ષકોની ખાલી જગ્યાનો મુદ્દો શૈલેષ પરમારે ઉઠાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial