Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોલકાતામાં મહિલા તબીબ પર રેપ-હત્યાના વિરોધમાં
ખંભાળીયા તા. ર૧ : તાજેતરમાં કોલકાતામાં રેલી મહિલા તબીબ પર અમાનવીય અત્યાચાર અને હત્યાના બનાવ અંગે આઈએઅમેઅ ખંભાળીયાના તબીબો દ્વારા સામૂહિક રીતે રેલી સુત્રોચ્ચાર સાથે જિલ્લા તંત્રને આવેદનપત્ર આપ્યું હતું જે પછી ગઈકાલે તબીબો દ્વારા કેન્ડલ માર્ચ કાઢીને મહિલા તબીબ પરના અત્યાચારોનો વિરોધ કરીને કડક પગલાની માંગ કરવામાં આવી હતી.
વિશાળ સંખ્યામાં ખંભાળીયાના તબીબો આઈએમએ પ્રમુખ ડો. નિરવ રાયમંગીયા, ઉપપ્રમુખ ડો. ચંદ્રકાંત જાદવ સાથે જોડાયા હતા તથા મોટી સંખ્યામાં મહિલા મંડળના બહેનો પણ સત્તાવાળાઓ હત્યારાઓને કયાં સુધી છાવરશો? હત્યારાને ફાંસી આપો, વહેલી તકે સત્ય બહાર લાવો રાજકારણ ના કરો અમે સારવાર કરતા રહીશું પણ સુરક્ષા આપો આ જઘન્ય અપરાધ સરકારી હોસ્પિટલમાં થયો છે. હું ડોકટર છું તે મહિલા અમારી દીકરી બહેન છેે ના બેનરો સાથે મહિલા મંડળના બહેનો તથા લાયન્સ કલબ અને અન્ય સ્વૈચ્છિક સંગઠનોના કાર્યકરો, મહિલા પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં. પીઢ ડો. ઓમપ્રકાશ શ્રાંખલા, ડો. પડીયા, લાયન્સના પૂર્વ ગવર્નર ધીરેનભાઈ બદીયાણી, પરબતભાઈ ગઢવી, હસુભાઈ ધોળકીયા, નિમિષાબેન નકુમ, ઈન્દ્રજીતસિંહ પરમાર, હાડાભા જામ અશોકભાઈ કાનાણી સહિત જોડાયા હતા તથા વી. વોન્ટ જસ્ટીસના નારા લગાડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial