Advertisement
Author: નોબત સમાચાર

બદલાપુરમાં બાળકીઓના યૌનશોષણ મામલે ૩૦૦ આંદોલનકારી સામે એફઆઈઆર

મહારાષ્ટ્રમાં ચોર કોટવાળને દંડે તેવો ઘાટઃ ગઈકાલે ટ્રેન રોકો આંદોલની સામે કડક પગલાં:  ૪૦ની ધરપકડ

મુંબઈ તા. ર૧: મહારાષ્ટ્રના બદલાપુરમાં બાળકીઓ સાથે યૌન શોષણના વિરોધમાં મંગળવારે ટ્રેન રોકીને ઉગ્ર આંદોલન થયું હતુ અને રેલવે ટ્રેક જામ કરી તોડફોડ કરાઈ હતી. તે સંદર્ભે ૩૦૦ લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે અને ૪૦ ની ધરપકડ કરાઈ છે.

મહારાષ્ટ્રના બદલાપુરમાં બાલમંદિરની બાળકીઓ સાથે યૌન શોષણ મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મંગળવારે થાણેમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ વિરોધ કર્યો હતો. ટ્રેન રોકીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે હાલ સ્થિતિ સામાન્ય છે. રેલવે સ્ટેશન પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ટ્રેનો પણ સમયસર ચાલી રહી છે. ત્યારે આ મામલે અત્યાર સુધીમાં શું શું કાર્યવાહી કરવામાં આવી તે વિશે જાણીએ.

પોલીસે અફવાઓ પર કાબૂ મેળવવા માટે થોડા દિવસો માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. પોલીસે વિરોધ પ્રદર્શન અને હોબાળો કરવા બદલ ૩૦૦ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. જ્યારે ૪૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ ઘટના અંગે સેન્ટ્રલ રેલવે જીઆરપીના ડીસીપી મનોજ પાટીલે કહ્યું કે સ્થિતિ સામાન્ય છે. રેલવેની અવરજવર પણ સામાન્ય છે. હવે કોઈ કલમ લાદવામાં આવી નથી. ઈન્ટરનેટ સેવાઓ થોડા દિવસો માટે સ્થગિત રહેશે, જેથી અફવાઓ ન ફેલાયફ

યૌન ઉત્પીડન કેસનો આરોપી અક્ષય શિંદેને કલ્યાણ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ રોષની આગ એટલી ભભૂકી ઉઠી છે કે એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેએ પાર્ટીના કાર્યકરો સાથે બદલાપુર ઘટના સામે મહારાષ્ટ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર ૧૩ ઓગસ્ટે શાળાના શૌચાલયમાં બાલમંદિરની બે છોકરીઓનું યૌન શોષણ થયું હતું. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે એક છોકરીએ તેના માતા-પિતાને ૧૬ ઓગષ્ટે આ ઘટના વિશે જણાવ્યું. આરોપી અક્ષય શિંદેની ૧૭ ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલે હજારોની સંખ્યામાં લોકો થાણેમાં બદલાપુર રેલવે સ્ટેશનમાં ભેગા થયા હતાં. રેલ રોકો પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મધ્ય રેલવેની કેટલીક રેલવે સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. બપોરે પ્રદર્શનકારીઓ શાળાએ પહોંચ્યા અને તોડફોડ કરી હતી. રોષે ભરાયેલા ટોળાઓએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને તોડફોડ કરી હતી.

પોલીસે રેલવે ટ્રેક ખાલી કરાવ્યો હતો. બપોરે ૧ વાગે આંદોલનકારીઓ રેલવે ટ્રેક પર પાછા આવી ગયા હતા. વિરોધકર્તાઓએ બદલાપુર સ્ટેશન પર હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓને દૂર કર્યાના ૧૦ કલાક બાદ ટ્રેન સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. જો કે, પોલીસે ૩૦૦ ની સામે એફઆઈઆર કરી તેની ઘણા લોકો 'ચોર કોટવાળને દંડે' ની કહેવત સાંકળીને ટીકા પણ કરી રહ્યા છે.

બદલાપુરમાં બાલમંદિરની બે છોકરીઓ સાથે જાતીય સતામણીની ઘટના બની હતી. અક્ષય શિંદે નામના એક વ્યક્તિ કે જે શાળાના શૌચાલય સાફ કરતો હતો તેની પર જાતીય સતામણીનો આરોપ છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ૧ર અને ૧૩ ઓગસ્ટે બની હતી. અક્ષય શિંદેજીને હજી ૧ ઓગસ્ટે જ શાળામાં સફાઈકામ માટે લેવામાં આવ્યો હતો. શાળાએ મહિલાઓના શૌચાલયની સફાઈ માટે મહિલા કર્મચારીની નિયુક્તિ કરી ન હતી જેનો અક્ષયે ફાયદો ઉઠાવ્યો  અને બાલમંદિરની બાળકીઓ સાથે ગેરવર્તણૂક કરી હોવાનો આરોપ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh