Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અલગ-અલગ મુદ્દાઓને લઈને
ગાંધીનગર તા. ર૧: આજથી વિધાનસભાના સત્રનો પ્રારંભ થયો છે ત્યારે વિવિધ મુદ્દે પોસ્ટર સાથે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કર્યું હતુ અને કોંગી ધારાસભ્યોએ રાજ્ય સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતાં.
ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે, વિરોધપક્ષ દ્વારા વિધાનસભાના પ્રાંગણમાં વિરોધ કરવામાં આવ્યો હતો, અલગ-અલગ મુદ્દાઓને લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ વ્યકત કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યનું કહેવું છે કે, ગુજરાતમાં અલગ-અલગ મુદ્દાઓ છે તેની પર સરકારે ગંભીર રીતે અસર દાખવવી જોઈએ.
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ આજે કોંગ્રેસ વિધાનસભાના પ્રાંગણમાં અલગ-અલગ મુદ્દે વિરોધ કર્યો હતો સાથે દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાયની માગ કરી હતી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાત્કાલિક યોજવા કોંગ્રેસે માંગ કરી છે, સાથે સાથે ગુજરાતમાંથી ડ્રગ્સ અને દારૂની હેરાફેરી અટકાવવા માગ કરાઈ છે, શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સરકાર અમલમાં મૂકે તેવી માગ કરાઈ હતી.
અમિત ચાવડાનું કહેવું છે કે, સરકારી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવામાં આવે છે, ગુજરાતની જનતા જે ટેકસ ભરે છે તેનો ઉપયોગ કરવામાં આવે સારી રીતે અને ચારે તરફ ભ્રષ્ટાચારીઓનું રાજ ચાલે છે તે દૂર કરવામાં આવે.
સુત્રોના જણાવ્યા મુજબ ભાજપ-કોંગ્રેસની રાજકીય ભાષણબાજી સિવાય ગૃહની કામગીરી નિરસ બની રહે તેમ છે. જો કે, સરકારની પ્રતિષ્ઠા ખરડાય તેવા વિપક્ષના ટૂંકી મુદ્દતના પ્રશ્નો મુદ્દે પણ ચર્ચા થાય તેવી શકયતા નહીંવત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial