Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હમ નહીં સુધરેંગે... ઉહાપોહ છતાં લાપરવાહ
ખંભાળીયા તા. ર૧: સો તારી રામ દુહાઈ ત્યારે એક મારૃં ઉર્દુની ઉક્તિ મુજબ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે પગલાની ઝુંબેશ વચ્ચે ૧૦૩૯ શિક્ષકો સતત સાત દિ' થી ગેરહાજર રહેતા તેની સામે કડક પગલાં તોળાઈ રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં તાજેતરમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો લાંબી રજા પર ગેરહાજર રહેવાના કિસ્સાઓ બહાર આવતા ૧૭પ સામે પગલા છૂટા કરવા અનેકને નોટીસો અપાઈ છે ત્યારે 'સો તારી રામ દુહાઈ ત્યારે એક મારું ઉંદુ'ની જેમ 'હમ નહીં સુધરેંગે' નો આલાપ કરતા પ્રાથમિક શિક્ષકોનું ગેરહાજરી બાબતે બેદરકારીભર્યું વલણ સામે આવતા શિક્ષણ વિભાગમાં ભારે ચર્ચા જાગી છે.
ગત તા. ૯-૮-ર૪ થી ૧૬-૮-ર૩ સુધી સાત દિવસમાં સતત ગેરહાજર શિક્ષકો રાજ્યના ઓનલાઈન રજીસ્ટરમાં ૧૦૩૯ જેટલા સતત સાત દિવસની આવી કડક પગલાની જાહેરાતના પગલે પણ ગેરહાજર રહેતા ભારે ચર્ચા જાગી છે.
જામનગર જિલ્લામાં લાલપુર, કાલાવડ, જામનગર ગ્રામ્ય સહિત ર૧ ગેરહાજર હતા. તો કલ્યાણપુર, ખંભાળીયા, સલાયા, લાંબા, સુરજકરાડી, કેનેડી વિગેરે ગામોના કેટલાક શિક્ષકો પણ સતત સાત દિવસથી ગેરહાજર રહેતા તેમની સામે પણ તપાસ શરૂ થઈ છે.
અમદાવાદ શહેર ગ્રામ્ય, સુરત, વડોદરા, અમરેલી, ભાવનગર, રાજકોટ સહિતના અનેક શહેરોમાં પણ સતત સાત દિવસથી ગેરહાજર ૧૦૩૯ શિક્ષકો નીકળતા તંત્રને હજુ વધુ કડક બનવું પડશે તેવું પ્રતિપાદિત થઈ રહ્યું છે. !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial