Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરાએ "પડતર" વિકાસ કામોની સમીક્ષા કરી
જામનગર તા. ર૧: જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરાએ જામનગર જિલ્લાની નગરપાલિકાઓના પડતર વિકાસ કામો અંગે બેઠક યોજી હતી, જેમાં સ્વચ્છ ભારત મિશન, ભૂગર્ભ ગટર યોજના, નગરપાલિકાઓના આગામી આયોજનો તેમજ લોકોની પ્રાથમિક જરૂરિયાતો અંગે બેઠકમાં ચર્ચા કરાઈ હતી. નગરપાલિકાઓમાં લોકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે આયોજન હાથ ધરી કામગીરી કરવા મંત્રીએ ચીફ ઓફિસરોને તાકીદ કરી હતી.
જામનગર જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રીશ્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાની નગરપાલિકાઓની પડતર વિકાસ કામો અંગે જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા અને પ્રાદેશિક ચીફ ઓફિસર મહેશ જાનીની ઉપસ્થિતમાં જામજોધપુર, સિક્કા, કાલાવડ અને ધ્રોલના ચીફ ઓફિસરશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ચીફ ઓફિસરોએ નગરપાલિકાના આગામી આયોજનો, વિકાસકામો, પડતરગામો, ફાળવવામાં આવેલ ગ્રાન્ટ, સરકારની વિવિધ યોજનાઓથી લોકોને મળતા લાભો, લોકોની પ્રાથમિક જરૂરિયાતો, બ્યુટીફીકેશનના કામો વગરે અંગેની સ્થિતિ અંગે મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.
આ બેઠકમાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં પાણીની સુવિધાઓ, ડ્રેનેજ નેટવર્ક, સ્ટ્રીટલાઇટ, સ્વચ્છ ભારત મિશનના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ તે વિસ્તારમાં કચરો ઉપાડવાની કામગીરીના પ્રશ્નો અને પેચવર્કના બાકી કામો ત્વરિત પૂર્ણ કરવા મંત્રીએ જણાવ્યું હતું. સિક્કા નગરપાલિકાની પાણી વિતરણની સ્થિત, ભૂગર્ભ ગટર યોજના, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, રસ્તાઓનું રિકાર્પેટિંગ, નગરપાલિકાના આગામી આયોજનો, જી.યુ.ડી.એમ.ની યોજનાઓ તેમજ બગીચાનું નિર્માણ કરવાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ આ વિસ્તારના નવા રેશનકાર્ડ ધારકોને રાશન મળે તે પ્રકારે આયોજન કરવા અને મેઈન રોડ પર સ્ટ્રીટલાઇટના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
કાલાવડ ચીફ ઓફિસર દ્વારા રોડની રિસર્ફેસિંગની કામગીરી, જિલ્લા કક્ષાનું મોડેલ ફાયર સ્ટેશન, નલ સે જલ યોજના અંતર્ગત વિકાસકાર્યો, જનભાગીદારી યોજના હેઠળ ડ્રેનેજ કનેક્શન અંગેના આયોજનની વિગતો આપી હતી તેમજ સફાઇના પ્રશ્નો, સ્ટ્રીટલાઇટ, પાણીની લાઇનના વાલ્વ બદલવાની કામગીરી ઉપર ભાર મુકવા મંત્રીએ જણાવ્યું હતું.
ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં પડતર વિકાસકામોમાં ગાર્ડન ડેવલોપમેન્ટનું કામ, સ્વચ્છતા અને કચરાના નિકાલની વ્યવસ્થા અંગે કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ ભૂગર્ભ ગટરની ટાંકીઓનુ રિપેરિંગ અને ઢાંકણ બદલવા, પાણી ભરવાના પ્રશ્નો, કચરાના નિકાલ માટેની વ્યવસ્થા વધુ સુદઢ બનાવવા મંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
જામનગર જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં વિકાસના બાકી કામો ઝડપથી પૂર્ણ થાય અને આગામી સમયમાં લોકોની સુવિધાઓમાં વધારો થાય તે પ્રકારે આયોજન કરી કામો કરવા પ્રભારીમંત્રી મૂળુભાઈ બેરાએ લગત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, અગ્રણી રમેશભાઇ મુંગરા,નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા, નગરપાલિકાઓના પ્રમુખો, તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરો, અગ્રણીઓ તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial