Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાની પરિણીતાની રાવઃ
જામનગર તા. ર૧: દ્વારકા શહેરના એક યુવતીના લગ્ન કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામમાં કરવામાં આવ્યા પછી આ યુવતીને પતિ તથા સાસુએ ઘરકામ બાબતે મેણા મારવા ઉપરાંત દહેજની માગણી શરૂ કરતા આ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
દ્વારકા શહેરના બિરલા પ્લોટમાં રહેતા ધર્માબેન રજનીકાંત વાયડા (ઉ.વ.૨૯)ના લગ્ન કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામના વાડી વિસ્તારમાં રહેતા લાલાભાઈ ગોરધનભાઈ ઠાકર સાથે કરવામાં આવ્યા હતા.
લગ્ન પછી થોડા દિવસ સુધી સારી રીતે રાખ્યા પછી ધર્માબેનને પતિ લાલાભાઈ તથા સાસુ વેલુબેન ઠાકરે ઘર કામ બાબતે મેણાટોણા મારી દહેજની માગણી શરૂ કરી હતી. ઉપરોક્ત ત્રાસથી વાજ આવી ગયેલા ધર્માબેને આખરે ગઈકાલે દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં દ્વારકા શહેરમાં ભારત સેવા આશ્રમ પાસે રહેતા પતિ તથા સાસુ સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial