Advertisement
Author: નોબત સમાચાર

ધંધૂકાના રેસ્ટ હાઉસને રૂ. ૫ કરોડના ખર્ચે બનાવાયું સ્મૃતિસ્થળઃ દુર્લભ સ્મૃતિઓ પ્રસ્તૂત

રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લુ કાવ્ય ગાયું હતું તે

ખંભાળીયા તા. ર૧: રાષ્ટ્રીય શાયર તથા દેશની આઝાદી માટે ગીતોથી શૌર્ય ચડાવનાર ઝવેરચંદ મેઘાણીએ ર૮ એપ્રિલ ૧૯૩૦ ના ધંધુકાના રેસ્ટ હાઉસમાં રાજદ્રોહના આરોપસર તેમને મેજીસ્ટ્રેટ ઈસાણી સામે રજુ કર્યા હતાં ત્યારે તેમને શૌર્યગીતોના સંગ્રહ સીંધુડોમાંથી છેલ્લી પ્રાર્થનાગીત ગાયને હજારોની આંખો ભીની કરી દીધેલી તે ઐતિહાસિક રેસ્ટ હાઉસને સ્મૃતિ સ્થળ તરીકે પાંચ કરોડના ખર્ચે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા વિકસાવાયું હતું.

રેસ્ટ હાઉસના ખંડોમાં સીંધુડો ધોલેરા સત્યાગ્રહ, ધંધુકા અદાલત,  સાબરમતી જેલના ગૌરવવંતા ઈતિહાસનું નિરૂપણ કરતી કલાત્મક પ્રતીમાઓ તથા દુર્લભ તસ્વીરોનું માહિતીસભર પ્રદર્શન સાથે ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલય તથા મેઘાણી સ્મૃતિના નામથી સાંસ્કૃતિક ભવન પણ બનાવાયું છે.

તાજેતરમાં રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાએ આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈને તેમની પ્રેરણાથી વન વિભાગ દ્વારા રેસ્ટ હાઉસના પરિસરમાં ૧૧૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. તથા લોક ગાયક અભેસંગ રાઠોડ, સ્વ. ઝવેરચંદના વારસદાર પીનાકી મેઘાણી, અજીતભાઈ જોશી, ડો. પંકજ ગૌસ્વામી, પ્રદ્યુમનસિંહ ચુડાસમા, કૌશિકભાઈ ભટ્ટ, આકાશભાઈ પ્રજાપતિ,આર.ડી. પરમાર, જ્ઞાનદેવસિંહ રાઠોડ વિગેરે જોડાયા હતાં.

રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાએ આઝાદીની લડતમાં સ્વ. ઝવેરચંદ મેઘાણીનું મહામુલુ પ્રદાન હંમેશાં યાદ કરી હાજર અમર રહેશે જણાવી શ્રદ્ધાંજલિ આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh