Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરેલા પર્વને રાષ્ટ્રીય પર્વ ઘોષિત કરવાની માંગણી સાથે
જામનગર તા. ર૧: ઉત્તરાખંડની સાંસ્કૃતિક ધરોહર એવા હરેલા પર્વને રાષ્ટ્રીય પર્વ ઘોષિત કરવાની માંગણી સાથેની હરેલા સંકલ્પ યાત્રા તા. ૧૦ ઓગસ્ટથી તૃતિય કેદારરૂપ રૂદ્રપયાગના તુંગનાથ મંદિરથી પ્રારંભ થઈ છે. આ યાત્રા છોટી કાશી, જામનગરમાં આવી પહોંચી છે. યાત્રા રૂદ્રાક્ષના નાનકડા વૃક્ષ સાથે આવતીકાલે તા. રર ના સવારે ૧૦-૩૦ વાગ્યાથી બપોરે ૧-૩૦ સુધી શહેરના વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાનમાં પધરામણી કરશે.
આ હરેલા યાત્રા સાથે રૂદ્રાક્ષના વૃક્ષનું પૂજન કરવા પધારવા છોટી કાશીના ભાવિકજનોને બાલા હનુમાન સંકીર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલે જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial