Advertisement
Author: નોબત સમાચાર

મહંમદ પયંગમ્બર સાહેબ વિશે એલફેલ બોલનાર સાધુની ધરપકડ કરવા માગણી

સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા રજૂઆતઃ

જામનગર તા. ૨૧: મહારાષ્ટ્રના એક સાધુએ ઈસ્લામી ધર્મના પયંગમ્બર સાહેબ વિશે એલફેલ ઉચ્ચારણ કરતા સુન્ની મુસ્લિમ જમાત જામનગર દ્વારા સમાજની લાગણી દુભાઈ હોવા અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, મહારાષ્ટ્રના શિરડીના રામગીરી મહારાજે ઈસ્લામ ધર્મના મહાન પયંગમ્બર્સાહેબ વિશે અણછાજતો શબ્દ પ્રયોગ કર્યા છે. જે ગુન્હા અને સજાને પાત્ર છે. સસ્તી લોકપ્રિયતા માટે આવા સાધુઓ પ્રયાસો કરતા રહે છે. આથી તેમની ધરપકડ કરવામાં આવે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી અમારા સમાજની માંગ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh