Advertisement
Author: નોબત સમાચાર

દોઢીયા ગામની ખેતીની જમીન અંગે છેતરપિંડીના ગુન્હામાં જામીન મંજૂર

નગરના પિતા-પુત્ર સામે નોંધાયો હતો ગુન્હોઃ

જામનગર તા. ૨૧: જામનગરના દોઢીયા ગામમાં પાંચ વર્ષ પહેલાં વેચી નખાયેલી ખેતીની જમીન બે જુદા જુદા આસામીને વેચી રૂ. ૫૯ લાખ ૧૧ હજારનંુ ચીટીંગ કરવા અંગે નગરના પિતા-પુત્ર સામે ફરિયાદ કરાઈ હતી. તે ગુન્હામાં ધરપકડ પામેલા એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે.

જામનગર તાલુકાના કનસુમરા ગામના નઝમાબેન ઈકબાલભાઈ ખીરાએ જામનગરમાં રહેતા અને દોઢીયા ગામમાં ખેતીની જમીન ધરાવતા દિનેશ લવજીભાઈ મુંગરા પાસેથી નવ વીઘા જમીન ખરીદવા સોદો કર્યા પછી દિનેશભાઈએ તે જમીન પોતાના ભાઈ પરેશ મુંગરાને પાંચ વર્ષ પહેલાં વેચાતી આપી હોવા છતા નઝમાબેનને તે જમીન વેચી તેની સામે રૂ. ૪૬ લાખ ૧૦ હજાર મેળવી લીધા હોવાની અને અગાઉ પણ નાથુભાઈ ખીમજીભાઈ નામના આસામીને તે જમીન દિનેશ મુંગરા તથા તેના પુત્ર કેવલે વેચી નાખ્યાનું ખૂલ્યું હતું.

બંને પિતા-પુત્ર સામે કુલ રૂ. ૫૯ લાખ ૧૧ હજારની છેતરપિંડી-વિશ્વાસઘાત કરવા અંગે નઝમાબેને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપી પૈકીના દિનેશ મુંગરાની ધરપકડ કરી હતી. આ શખ્સે જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે તેને જામીન પર છોડવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ હેમલસિંહ પરમાર, સુમિત વડનગરા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh