Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સેન્ટ્રલ કન્ઝયુમર કો.ઓપ. સ્ટોર્સ લિ.ની પ૬મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ગેસ વિતરણ-પાઠ્ય પુસ્તક વિતરણ સહિત કર્ય કરતી

જામનગર તા. ૨૧: જામનગર સેન્ટ્રલ કન્ઝયુમર કો.ઓપરેટીવ સ્ટોર્સ લિ. ૮-માર્ચ-૧૯૬૮થી અવિરત સેવાઓ આપતી સહકારી સંસ્થા અપના બજારના વર્ષ-ર૦ર૩-ર૪ની પ૬મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.

કુમાર મંદિર, શેખર માધવાણી હોલમાં યોજાયેલી પ૬મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન સંસ્થાના ચેરમેન કે.પી. સરવૈયા દ્વારા ઉપસ્થિત સભાસદોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંસ્થા દ્વારા થયેલા કાર્યોની વિગતો આપવામાં આવી હતી.

જામનગરમાં ધી જામનગર સેન્ટ્રલ કન્ઝયુમર કો.ઓપરેટીવ સ્ટોર્સ લિ. તરીકે રજિસ્ટર થયેલી અને લોકોમાં અપના બજાર તરીકે ખ્યાતિ પામેલી ગેસ વિતરણ તથા પાઠ્યપુસ્તક વિતરણ સહિતની કામગીરી સંભાળતી સંસ્થા સતત પ૬ વર્ષથી કાર્યરત છે અને પ૭મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે સંસ્થાના ઉતાર-ચઢાવ વચ્ચે અત્યાર સુધીના સંસ્મરણો વાગોળવામાં આવ્યા હતાં. પ૬મી વાર્ષિક સાધારણ સભાનું સંચાલન સંસ્થાના મેનેજર સાગર વોરાએ કર્યુ હતું. આ પ્રસંગે અપના બજારના ડાયરેક્ટરો નિલેશભાઈ કગથરા, ભીમદેવસિંહ ચુડાસમા, શાહબુદ્દીનભાઈ અભવાણી, વિપુલભાઈ મહેતા (ભુરાભાઈ), આનંદભાઈ ડાંગર, એ.કે. મહેતા અને યોગીતાબેન શેઠ ઉપસ્થિત રહ્યાં હતાં. સાધારણ સભાની પૂર્ણાહુતિમાં સંસ્થાના વાઈસ ચેરમેન મહેશભાઈ મેતા દ્વારા આભારદર્શન કરવામાં આવ્યું હતું, અને સંસ્થાના તમામ સભાસદો અવિરત સાથ-સહકાર આપવા આહ્વાન પણ કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh