Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી એલસીબીએ ચોરાઉ મોબાઈલ સાથે એક શખ્સની કરી અટક

રૂ. રપ હજારની કિંમતનો મોબાઈલ કરાયો કબજેઃ

જામનગર તા. ૨૧: જામનગરના દ્વારકાપુરી રોડ પરથી ગઈકાલે એલસીબીએ એક શખ્સને ચોરાઉ મોબાઈલ સાથે ઝડપી લીધો છે. તે મોબાઈલની ચોરીની ફરિયાદ મેઘપર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. આરોપીનો કબજો મેઘપર પોલીસને સોંપાયો છે.

જામનગરમાં ગઈકાલે સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં કિસાનચોક નજીક દ્વારકાપુરી રોડ પરથી પસાર થતાં એક શખ્સ પાસે ચોરાઉ મોબાઈલ હોવાની બાતમી દિલીપ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, કાસમભાઈને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી વોચ રાખી ખોજાનાકા બહાર વાંઢાના ડેલા પાસે રહેતા રફીક કાસમ શેખ નામના શખ્સની અટકાયત કરવામાં આવી હતી.

આ શખ્સની તલાશી લેવાતા તેના કબજામાંથી રેડમી કંપનીનો નોટ ૧૨ પ્રો મોડલનો રૂ. રપ હજારની કિંમતનો મોબાઈલ મળી આવ્યો હતો. તે મોબાઈલ અંગે પૂછપરછ કરાતા રફીક કાસમે આ ફોન ચોરાઉ હોવાની કબૂલાત આપી છે.

આ ફોન ચોરાઈ ગયાની મેઘપર પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં ફરિયાદ થઈ હતી. એલસીબીએ રફીક કાસમ શેખની અટકાયત કરી તેનો કબજો મેઘપર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh