Advertisement
Author: નોબત સમાચાર

મોહનનગર પાસે જુગાર રમતા સાત મહિલા ઝડપાયાઃ શેઠવડાળામાંથી છ મહિલા પકડાયા

અન્ય ચાર દરોડામાં વીસ શખ્સ તીનપત્તી રમતા સપડાયાઃ પાંત્રીસેક હજારનો મુદ્દામાલ કબજેઃ

જામનગર તા. ૨૧: જામનગરના મોહનનગરના ઢાળીયા પાસે ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા સાત મહિલાને પોલીસે પકડી પાડ્યા હતા. શેઠવડાળા ગામમાંથી પણ છ મહિલા જુગાર રમતા ઝડપાયા હતા. અન્ય ચાર દરોડામાં પોલીસે ૨૦ શખ્સને તીનપત્તી રમતા ઝડપી લીધા હતા. તમામ છ સ્થળેથી કુલ રૂપિયા પાંત્રીસેક હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાે હતો.

જામનગરના ગુલાબનગર સામે મોહનનગર આવાસ નજીક પહેલી શેરીમાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સ્ટાફે પીએસઆઈ એમ.કે. બ્લોચના વડપણ હેઠળ ત્યાં દરોડો પાડ્યો હતો. આ સ્થળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા ધર્માબેન મિતેશ ભાઈ ગોસ્વામી, રીટાબેન મયુર ભારથી ગોસ્વામી, પાયલબા રામદેવસિંહ પરમાર, સજનબા વિક્રમસિંહ સોઢા, ગીતાબેન મનહરદાસ કાપડી, વૈશાલીબેન પરેશભાઈ ગોસ્વામી, માલતી બેન નારણભાઈ રામાવત નામના સાત વ્યક્તિ મળી આવ્યા હતા. પટમાંથી પોલીસે રૂ. ૧૦,૪૨૦ રોકડા કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો છે.

ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં પ્લોટ વિસ્તારમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા મહેશ રામજીભાઈ ગડારા, દેવશીભાઈ ટપુભાઈ ગડારા, હરખાભાઈ મુળજીભાઈ સંતોકી, આંબાલાલ ગાંડુભાઈ ગડારા, ગંગારામ દેવજીભાઈ ભીમાણી, પદુવીરસિંહ પ્રવીણ સિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ રઘુવીરસિંહ જાડેજા નામના સાત શખ્સને પોલીસે રૂ. ૧૦,૨૫૦ સાથે પકડી લીધા છે. તમામ સામે જુગાર ધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધાયો છે.

જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં સુથાર શેરીમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા જીવતીબેન જખરાભાઈ વાઢેર, સાજીબેન માલદેભાઈ આંબલીયા, સ્વાતીબેન રાજેશભાઈ ગઢાણીયા, જયાબેન મનસુખભાઈ લાલકીયા, હંસાબેન વલ્લભભાઈ રાજગોર, આશાબેન ભરતભાઈ દવે નામના છ મહિલા મળી આવતા પોલીસે પટમાંથી રૂ. ૯૭૦ કબજે કર્યા છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર મોટી ખાવડી ગામના આંબા વાડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે રોનપોલીસ રમતા ગજેન્દ્ર પરસોત્તમ પરમાર, મુકેશ મોતીભાઈ વાજા, અખિલેશ સુરેન્દ્રસિંહ યાદવ નામના ત્રણ શખ્સને મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે પકડી લઈ રૂ. ૨૯૪૦ કબજે કર્યા છે.

ધ્રોલના પટેલ સમાજ સામે ગોદરીયાવાસ સામે ગઈકાલે બપોરે ગંજીપાના વડે જુગટુ રમતા ભરત કિશોરભાઈ ગોદરીયા, અફઝલ ગફાર કટારીયા, સંજય બાબુભાઈ ચોરાસી નામના ત્રણ શખ્સ રૂ. ૯૭૦ સાથે પોલીસે પકડી લઈ ગુન્હો નોંધ્યો છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટીયા નજીક વેલ્ડીંગની દુકાન પાછળ ગઈ રાત્રે તીનપત્તી રમતા પ્રબીર સહદેવ સરકાર, અજય સુરીન્દરકુમાર લુહાર, જાગીર ચંદ કિશનચંદ, ચંદનસિંગ વિરેન્દ્રબહાદુરસિંગ ઠાકુર, રામજીત રાજપતિ સરોજ, ઈન્દ્રજીત માટીલાલ દત્તા, જયેન્દ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા નામના સાત શખ્સને મેઘપર પોલીસે પકડી લઈ પટમાંથી રૂ. ૧૨,૪૯૦ રોકડા કબજે કર્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh